- અફઘાનિસ્તાનમાં સતત વધતી હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસ ચિંતિત
- ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી
- ભારતીયોને તત્કાળ અફઘાનિસ્તાન છોડવા કહ્યું
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાન સતત હિંસા ફેલાવી રહ્યું છે અને અત્યાચાર કરી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાં ઝડપથી વધતી જતી હિંસાને પગલે દેશ પાછા ફરવાની સલાહ આપી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, આ અગાઉ કે દેશ તરફથી અફઘાનિસ્તાન માટે કોમર્શિયલ એર સર્વિસ બંધ થાય તત્કાળ મુસાફરીની વ્યવસ્થા કરી લો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાબુલમાં ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં કામ કરી રેહલા ભારતીય કંપનીઓને દેશની હવાઇ મુસાફરી સેવાઓ બંધ થાય તે પહેલા પોતાના ભારતીય કર્મચારીઓને તરત પાછા બોલાવવાની સલાહ આપી.
નવી એડવાઈઝરીમાં દૂતાવાસે કહ્યું કે 29 જૂન અને 24 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલી સિક્યુરિટી એડવાઈઝરી હજુ પણ યથાવત છે. દૂતાવાસે કહ્યું કે જેમ જેમ અફઘાનિસ્તાનના અનેક ભાગોમાં હિંસા વધી છે, અનેક પ્રાંતો અને શહેરોમાં કોમર્શિયલ હવાઈ સેવાઓ બંધ થઈ રહી છે.
સરકારી આંકડા મુજબ હાલ લગભગ 1500 ભારતીયો અફઘાનિસ્તાનમાં રહે છે. દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં અફઘાન કે વિદેશી કંપનીઓ માટે કામ કરનારા ભારતીય નાગરિકોએ તરત પોતાની કંપનીઓને અપીલ કરવી જોઈએ કે તેઓ ભારતની મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવે.