Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય દવા નિર્માતા કંપની પર 5 કરોડ ડોલરનો દંડ ફટાકારાયો

Social Share

વોશિંગ્ટન:  અમેરિકામાં દવાનું ઉત્પાદન કરતી એક ભારતીય કંપની પર પાંચ કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્રેસેનિયસ કાબી ઓન્કોલોજી લિમિટેડ નામની કંપની પર 2013 પહેલાના યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ઇન્સપેક્શનના રેકોર્ડ છૂપાવવા અને નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કંપનીએ આ આરોપ સ્વીકારી લીધા છે અને તે 5 કરોડ ડોલરનો દંડ ભરવા માટે સંમત થઇ ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નેવેડા ડિસ્ટ્રિક્ટમાં દાખલ કરવામાં આવેલ કેસમાં ભારતીય કંપની પર ફેડરલ ફૂડ, ડ્રગ એન્ડ કોમ્સેટિક એક્ટનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશની તપાસમાં આ કંપની જરૂરી રેકોર્ડ રજૂ કરવામાં નિષ્ફળ નિવડી હતી.

કોર્ટમાં એફકેઓએલ કેસના નિરાકરણ માટે  પાંચ કરોડ ડોલર ભરવા તૈયાર થઇ ગઇ છે.એજન્સીઓના અહેવાલ મુજબ અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર અમેરિકન ગ્રાહકો માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની તપાસ દરમિયાન કંપનીએ એફડીએથી માહિતી છુપાવી હતી અને રેકોર્ડ ડિલિટ કરી નાખ્યા હતાં. જેના કારણે દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું હતું.

કોર્ટના દસ્તાવેજો અનુસાર એફકેઓએલ પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં દવાઓનું ઉત્પાદન કરે છે. કંપની કેન્સરની દવા માટે સામગ્રી તૈયાર કરે છે. અમેરિકાએ કંપની પર આરોપ મૂક્યો છે કે મેનેજમેન્ટના અધિકારીઓએ એફડીએ ટીમના પહોંચવાના પહેલા સ્ટાફને કેટલાક દસ્તાવેજો છુપાવવા અને ડિલિટ કરવા જણાવ્યું હતું.

(સંકેત)