Site icon Revoi.in

વેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાનો ભારતનો નિર્ણય સરાહનીય: ડૉ. એન્થની ફોસી

Social Share

નવી દિલ્હી: ગુરુવારે સરકારના કોવિડ વર્કિંગ ગ્રૂપની ભલામણ બાદ કેન્દ્ર સરકારે વેક્સીનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનુ અંતર 12 થી 16 સપ્તાહનુ કર્યુ છે અને અમેરિકન પ્રમુખના નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસના મેડિકલ એડવાઇઝ તેમજ અમેરિકાના ટોચના તબીબ ડૉ. એન્થની ફોસીએ પણ વેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવા માટેના ભારતના નિર્ણયની પ્રશંસા કરી છે. તે ઉપરાંત તેમણે ભારતને વેક્સિનનું સારો ઉત્પાદક કહ્યું છે.

ડૉ. એન્થની ફોસીએ વેક્સિનેશન અંગે કહ્યું હતું કે, ભારતમાં સાંપ્રત સ્થિતિને જોતા તેમાં વધારેને વધારે લોકો સુધી વેક્સિન પહોંચાડવાની આવશ્યકતા છે. વેક્સિનના ડોઝ વચ્ચેને ગેપ વધારવાનો દ્રષ્ટિકોણ યોગ્ય છે. ડોઝ વચ્ચેનો ગેપ વધારવાનો નિર્ણય લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે અને તેનો કોઇ નકારાત્મક પ્રભાવ પડે તેવી શક્યતા નહીવત્ છે.

ડૉ. ફોસીએ રશિયાની સ્પૂતનિક-5ના ઉપયોગ અંગે સૂચન કર્યુ હતું કે ભારતે જલ્દી સ્પૂતનિક-5 વેક્સિનનો ઉપયોગ શરૂ કરવો જોઇએ. ભારતમાં 10 ટકા કરતાં વધારે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે જ્યારે કેટલાક ટકા લોકો એવા છે જેમને વેક્સિનના બે ડોઝ મળ્યા છે. ભારતે બીજા દેશો સાથે મળીને પ્લાનિંગ કરવું જોઇએ. અત્યારે મહત્તમ લોકોનું રસીકરણ એ જ ભારતનું પ્રાધાન્ય હોવું જોઇએ.

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે. પોલે પણ કહ્યું હતું કે વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાની ભલામણ કાળજીપૂર્વક અને ઘણા અભ્યાસ બાદ કરવામાં આવી છે. તેની પાછળ કોઇ દબાણ પણ જવાબદાર નથી.