Site icon Revoi.in

અમેરિકાના સૈન્ય મથકો અને લશ્કરી અધિકારીઓ પર હુમલાનું ઇરાનનું ષડયંત્ર

Social Share

નવી દિલ્હી: અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. દાવા અનુસાર ઇરાની સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં સૈન્ય મથક પર હુમલો કરવાની ફિરાકમાં છે અને આર્મીના વાઇસ ઑફ સ્ટાફ સહિતના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ઇરાનના નિશાના પર છે.

અમેરિકન ગુપ્તચર વિભાગના અધિકારીઓ અનુસાર ઇરાન અમેરિકી લશ્કરી મથકો તેમજ ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવવાની ફિરાકમાં છે. અમેરિકન ગુપ્તચર વિભાગે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક ગુપ્ત મેસેજને ઉકેલવાનો દાવો કર્યો હતો. એ મેસેજના આધારે ગુપ્તચર વિભાગે કહ્યું હતું કે, જનરલ જોસેફ એમ માર્ટિન પર જીવનું જોખમ તોળાઇ રહ્યું છે.

વોશિંગ્ટન સ્થિત ફોર્ટ મેક્નેયર પર હુમલો કરવાની વાતચીત ઇરાનના લશ્કરી અધિકારીઓ વચ્ચે થઇ હતી. એ વાતચીતમાં 2000ના વર્ષના એક આત્મઘાતી હુમલા જેવા હુમલાનો સંકેત હતો. ઑક્ટોબર-2000માં યમનના અદન બંદર નજીક નૌસેનાના જહાજ નજીક એક નાનકડી બોટમાં ટૂકડી આવી હતી અને આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 17 નાવિકોના મોત નિપજ્યા હતા.

રિવોલ્યુનરી ગાર્ડના અધિકારીઓએ એ વાતચીતમાં જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જાન્યુઆરી-2020માં રિવોલ્યુનરી ગાર્ડના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની પર અમેરિકન મિસાઈલથી હુમલો થયો હતો, જેમાં તેનું મોત થયું હતું.

(સંકેત)