Site icon Revoi.in

WhatsAppને ઝટકો, આયરલેન્ડે ફટકાર્યો 1950 કરોડ રૂપિયાનો દંડ

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયા જીવનના અનિવાર્ય અંગ બની ચૂક્યા છે. જેમાં ફેસબૂક, WhatsApp, ટ્વીટર અને ટેલિગ્રામ સૌથી પ્રખ્યાત એપ્સ છે. જો કે આ પ્લેટફોર્મ અને એના કરોડો યૂઝર્સની ગોપનીયતાને લઇને કોઇને કોઇ વિવાદ ચાલતો રહેતો હોય છે. જેમાં વોટ્સએપનો પ્રાઇવસી વિવાદ ચાલતો રહે છે. જેમાં આયરલેન્ડની સરકારે WhatAppને 1950 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર યુરોપિયન સંઘની એક તપાસ બાદ આયરલેન્ડની પ્રાઇવેસી વોચડોગે વોટ્સએપના આ દંડ ફટકાર્યો છે. તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, WhatsAppએ ફેસબૂક તેમજ અન્ય કંપનીઓ સાથે લોકોનો ડેટા શેર કરવા વિશે યુરોપિયન સંઘના ડેટા સંરક્ષણ નિયમોની અવગણના કરી હતી. ડેટા સંરક્ષણ આયોગે કહ્યું હતું કે, WhatsAppએ આ કેસમાં નિવારણ પેટે પગલાં લેવા પડશે.

WhatsAppનું કહેવુ છે કે, દંડ બહુ વધારે હોવાથી એ નિર્ણય વિરુદધ અપીલ કરશે. કંપનીએ મીડિયામાં એક નિવેદન આપી જણાવ્યું કે, WhatsApp એ સુરક્ષિત અને ખાનગી સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ આ સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે કે અમે જે માહિતી આપીએ છીએ એ ટ્રાન્સપરેન્ટ અને વ્યાપક હોય અને આમ કરવાનું અમે ચાલુ રાખીશું. અમે આજના નિર્ણયથી સંમત નથી.

આપને જણાવી દઇએ કે, WhatsAppનો ઉપયોગ વિશ્વસ્તરે લાખો-કરોડો લોકો કરી રહ્યા છે. આજના સમયમાં WhatsApp નો ઉપયોગ અગંત હેતુસર સિમિત ના રહેતા કોમર્શિયલ ઉપયોગ પણ વ્યાપક થયો છે.