- સમગ્ર વિશ્વમાં કોરોનાથી અત્યારસુધી કુલ 28994241 લોકો સંક્રમિત
- ઇઝરાયલમાં સતત કોરોનાના વધતા કેસ બાદ સરકારનો નિર્ણય
- ઇઝરાયલમાં ફરીથી લોકડાઉનની કરવામાં આવી જાહેરાત
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, મોટા ભાગના દેશોને કોરોનાનું ગ્રહણ લાગી ચૂક્યું છે. ઇઝારાયલ પણ તેમાંથી બાકાત નથી. ઇઝરાયલમાં કોરોના સંક્રમણના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ત્રણ સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, લોકો પોતાના ઘરથી 500 મીટરના અંતર સુધી જ બહાર જઇ શકશે. ઇઝરાયલમાં અગાઉ પણ લોકડાઉન લાગું કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કેસમાં ઘટાડો નહીં નોંધાતા ફરી એક વખ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
એક અહેવાલ અનુસાર, દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવશે પરંતુ કેટલીક છૂટછાટો પણ અપાશે જેમ કે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર પર કામ ચાલુ રહેશે. જો કે પબ્લિક મૂવમેન્ટ પર સીમિત પ્રતિબંધો લાગુ રહેશે. લોકો પોતાના ઘરથી 500 મીટરના વિસ્તારથી બહાર નહીં જઇ શકે.
મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી અત્યારસુધી 28994241 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જેમાંથી 923871 લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 19624520 લોકો સાજા થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 8445850 છે.
(સંકેત)