Site icon Revoi.in

ઇઝરાયલે ગાઝામાં આવેલા રોકેટ લોન્ચ પેડ પર કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર, જુઓ VIDEO

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ અને તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઇક કરીને રોકેટ લોન્ચિંગ સાઇટને જ ઉડાવી દીધી છે.

ઇઝરાયલે ગાઝાના રહેણાંક વિસ્તારમાં બનાવેલા રોકેટ લોન્ચ પેડને એરસ્ટ્રાઇક કરીને ધ્વસ્ત કર્યું હતું. ઇઝરાયલે રોકેટ લોન્ચ પેડની ખાતરી કરીને તેને ઉડાવી દીધું હતું. માનવામાં આવે છે કે આ એરસ્ટ્રાઇકમાં હમાસના 65 કમાન્ડરોનો ખાતમો બોલી ગયો છે.

હમાસ ઇઝરાયલ પર રોકેટનો મારો કરી રહ્યું છે તો બીજી તરફ ઇઝરાયલ પણ એરસ્ટ્રાઇક કરી રહ્યું છે. ઇઝરાયલે કરેલી એરસ્ટ્રાઇકમાં ગાઝામાં સ્થિત એક માત્ર કોવિડ ટેસ્ટિંગ લેબ પણ નષ્ટ થઇ ચૂકી છે.

ઇસ્લામિક ગ્રૂપ હમાસની વિરુદ્વ ઇઝરાયલની લડાઇની અસર સામાન્ય લોકોને અસર કરી રહી છે તેવું ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું. ઇઝરાયલ તરફથી કરવામાં આવેલી બોંબ વર્ષમાં અત્યારસુધીમાં 213 પેલેસ્ટાઇનીના મોત નિપજ્યા છે. જેમાં 61 તો બાળકો જ સામેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હિંસક ઘર્ષણની શરૂઆત 10મેના રોજ થઇ હતી, જ્યારે ગાઝા પટ્ટીથી હમાસે ઇઝરાયલ પર લગભગ 350 રોકેટ લાદ્યા હતા. જેમાંથી મોટા ભાગના રોકેટ ઇઝરાયલના આયરન ડોમે હવામાં જ નષ્ટ કરી નાંખ્યા હતા.