Site icon Revoi.in

અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે સારા સમાચાર, ગ્રીન કાર્ડ માટે હવે બાઇડન સરકારે આ શરત રાખી

Social Share

નવી દિલ્હી: હવે જે ભારતીયો અમેરિકામાં સ્થાયી થવા માંગે છે તેના માટે મહત્વના સમાચાર છે. રિકન્સિલિએશન બિલ અનુસાર, યુ.એસ.માં સ્થાયી થવા માટે 1500 ડૉલરની ફી ભરીને, નિર્દેશાલયની પ્રક્રિયા અને મેડિકલ પરીક્ષા પાસ કરીને ગ્રીનકાર્ડ માટે દાવો મજબૂત કરી શકાશે.

આપને જણાવી દઇએ કે તાજેતરમાં, યુ.એસ. હાઉસ જ્યુડિશરી કમિટી દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવિત ઇમિગ્રેશન નિયમોમાં એક રિકન્સિલિએશન બિલને પણ જગ્યા મળી છે. જે કાનૂની દસ્તાવેજોની સાથે અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર બનાવાના સપના જોનારાઓ માટે ખૂબ સારા સમાચાર છે.

ગ્રીનકાર્ડની દાવેદારી માટે આ શરતો પૂર્ણ કરવી પડશે

1.ઉમેદવારે યુ.એસ. સશ્ત્ર દળોમાં સેવા આપેલી હોય
2.અમેરિકાની કોઈ પણ યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટથી ડિગ્રી પ્રોગ્રામ અથવા પોસ્ટ-સેકન્ડરી પ્રોગ્રામમાં ઓછા ઓછી 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી ચુક્યાં હોય
3.ગ્રીનકાર્ડની અરજી કરતાં પહેલા ત્રણ વર્ષની અંદર યુ.એસએમાં કમાયેલી આવકનો વિગતોનો રેકોર્ડ હોવો જોઈએ
4.ઇન્ટર્નશિપ, એપ્રિન્ટસશીપ અથવા આ પ્રકારનું પક્ષિણ કાર્યક્રમમાં જોડાયેલા લોકો પણ અરજી કરવા પાત્ર છે

આ બિલ અનુસાર, અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન સેવનાર 1500 ડૉલરની પૂરક ફી ભરીને, ડિરેક્ટોરેટ પ્રક્રિયા તેમજ તબીબી પરીક્ષા પાસ કરીને ગ્રીન કાર્ડ માટેનો પોતાનો દાવો મજબૂત કરી શકે છે. આ માટે ખાસ કરીને બે શરતો પૂરી કરવી પડશે. પ્રથમ પ્રવાસીઓની ઉંમર 18 વર્ષની ઉમર પહેલા અમેરિકા આવવાનું રહેશે અને સતત અહીં રહેવું પડશે. બીજુ 1લી જાન્યુઆરી, 2021થી તેણે સતત શારીરિક રીતે અમેરિકામાં રહેવું પડશે.