- ચીન સામે લડી લેવા માટે હવે જાપાન પણ સંપૂર્ણપણે પ્રતિબદ્વ
- જાપાને 3200 ટન વજન ધરાવતી કદાવર સબમરિન લૉન્ચ કરી
- આ લૉન્ચિંગ સાથે જાપાને પોતાની સેનાનું સામર્થ્ય દર્શાવ્યું
ચીન તેના કરેલા કૃત્યો માટે અનેક દેશોનું દુશ્મન બની ચૂક્યું છે. ભારત ઉપરાંત હવે જાપાન અને અમેરિકા પણ ચીન સામે લડી લેવા માટે પ્રતિબદ્વ છે. જાપાને આજે પોતાની સૈન્ય ક્ષમતા દર્શાવતા 3200 ટનનું વજન ધરાવતી કદાવર સબમરિન લૉન્ચ કરી છે. આ સબમરિન થોડાક સમય બાદ કાર્યરત થશે. જાપાને સબમરિન તૈયાર કરીને પોતાની આક્રમકતાનો પરચો આપ્યો છે.
જાપાનની આ સબમરિન લિથિયમ આયન બેટરી સંચાલિત છે. જાપાન વિશ્વનો એવો પ્રથમ દેશ છે, જે લિથિયમ બેટરી પર સબમરિનનું સંચાલન કરશે.
ઈન્ડો-પેસેફિક વિસ્તાર શાંત અને સલામત રહે એટલા માટે અમે નિયમિત આ વિસ્તારમાંથી પસાર થતાં જ રહીશું એમ અમેરિકાના સાતમા પેસેફિક નૌકા કાફલાએ બયાનમાં કહ્યું હતું. જાપાને છેલ્લા બે દાયકામાં સબમરિન ટેકનોલોજી પર સંશોધન કરી તેના માટે ખાસ લિથિયમ આયન બેટરી તૈયાર કરી છે.
બેટરીને કારણે સબમરિનની ઝડપ, પાણીમાં રહેવાની ક્ષમતા વગેરેમાં વધારો થશે. જાપાન આ સાથે તેઈગી (તેઈગી એટલે મોટી વહેલ) ક્લાસની નવી સબમરિનોનો કાફલો લૉન્ચ કરવા માંગે છે. જાપાનની મિત્સુબિશી કંપનીએ તૈયાર કરેલી સબમરિન 276 ફીટ લાંબી છે, 30 ફીટની ગોળાઈ ધરાવે છે અને જાપાન સરકારે તેની પાછળ સવા પાંચ હજાર કરોડ રૂપિયા જેવો તોતીંગ ખર્ચ કર્યો છે.
મહત્વનું છે કે, 70 નાવિકોનો સમાવેશ કરી શકતી આ જાપાની નૌકા કાફલાની 22મી સબમરિન છે. જાપાન અને ચીન વચ્ચેના કેટલાક ટાપુઓ પર ચીન ગેરકાયદેસર રીતે માલિકીનો દાવો કરી રહ્યું છે ત્યારે જાપાને સ્વ રક્ષણાર્થે આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી છે.
(સંકેત)