- મ્યાનમારમાં તખ્તાપલટની સ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ
- જો બાયડને મ્યાનમારમાં સૈન્ય શાસનની વિરુદ્વ નવા પ્રતિબંધનો આદેશ આપ્યો
- આજે હું કાર્યવાહીઓની શ્રેણીઓની જાહેરાત કરું છું: જો બાયડેન
વોશિંગ્ટન: મ્યાનમારમાં તખ્તાપલટની સ્થિતિ સર્જાઇ છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને મ્યાનમારમાં સૈન્ય શાસનની વિરુદ્વ નવા પ્રતિબંધનો આદેશ આપ્યો છે.
આ અંગે બાયડને કહ્યું હતું કે, મે એક નવા કાર્યકારી આદેશને મંજૂરી આપી છે. જે આપણને સૈન્ય નેતાઓ દ્વારા તખ્તાપલટ કરવા, તેમના વ્યાવસાયિક હિતો, સાથે નજીકના પરિવારના સભ્યો પર કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં સક્ષમ બનાવે છે.
બાયડને વધુમાં કહ્યું હતું કે, આજે હું કાર્યવાહીઓની શ્રેણીઓની જાહેરાત કરું છું. જેમાં અમને તખ્તાપલટ કરનારા સૈન્ય નેતાઓ પર લાગૂ કરવા માટે શરૂ કરી રહ્યા છીએ. સાથે કહ્યું કે હું ફરીથી મ્યાનમારની સેનાને આહ્નાન કરું છું કે તે આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ વિનની સાથે અન્ય નેતા, કાર્યકર્તાઓ અને બંદીઓને તાત્કાલીક મુક્ત કરે.
બાયડને વધુમાં ઉમેર્યું હતું કે વોશિંગ્ટન આ સપ્તાહના પહેલા દોરના લક્ષ્યની ઓળખ કરશે કે શું કરવાનું છે. આમાં મજબૂત નિર્યાત નિયંત્રણની સાથોસાથ અમેરિકન પરિસંપત્તિઓને મુક્ત કરશે. જે સ્વાસ્થ્ય, સિવિક સોસાયટી અને મ્યાનમારના લોકોને સીધો લાભ પહોંચાડનારા અન્ય ક્ષેત્રોને બનાવી રાખતા મ્યાનમાર સરકારને લાભ પહોંચાડશે.
અમેરિકન રાષ્ટ્રપતિએ તખ્તાપલટનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની વિરુદ્ધ હિંસાની પણ નિંદા કરી અને તેને અસ્વીકાર્ય ગણાવ્યુ. તેમણે કહ્યું કે અમેરિકા અતિરિક્ત ઉપાયોને લાગૂ કરવા માટે તૈયાર છે અને પોતાના આંતરાષ્ટ્રીય સહયોગિઓની સાથે અન્ય રાષ્ટ્રોના આ પ્રયોસોમાં સામિલ થવાનો આગ્રહ કરવા માટે કામ કરશે.
બાયડને મ્યાનમારની સ્થિતિને જોતા આને ઉંડી ચિંતાનો વિષય ગણાવ્યો. સાથે એમ પણ કહ્યું કે ગત અઠવાડિયે અમેરિકાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી મ્યાનમાર સેના પર દબાણ નાખવા માટે કહ્યુ હતુ અને મ્યાનમારમાં લોકતંત્રના સમર્થનમાં એક મજબૂત નિવેદન જારી કર્યુ હતું.
(સંકેત)