અમેરિકા-ચીન વચ્ચેનો વિવાદ થશે પૂર્ણ? બાઇડેને 7 મહિના બાદ ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
- અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના બાદ બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
- બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સંબંધને લઇને ચર્ચા થઇ
- અફઘાનિસ્તાનમાં બદલતી સ્થિતિ વચ્ચે આ ચર્ચા થઇ
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના બાદ જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી છે. જે સમગ્ર વિશ્વ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં તેમણે દ્વિપક્ષીય સંબંધોને લઇને ચર્ચા કરી હતી.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાતચીત કરી હતી. જો બાઇડેન રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના સુધી તેઓએ ચીનના રાષ્ટ્રપતિ સાથે કોઇ વાતચીત નહોતી કરી. સમગ્ર મામલે ચીની મીડિયાએ જ માહિતી આપી હતી કે જીનપિંગે બાઇડેન સાથે વાત કરી હતી.
ચીનના મીડિયા અનુસાર બંને દેશના નેતાઓએ તેમના દ્વિપક્ષીય સંબંધોને લઇને ચર્ચા કરી હતી. બીજી તરફ વ્હાઇટ હાઉસ તરફથી પણ જાહેર કરવામાં આવ્યું છે કે, જો બાઇડેનની જિનપિંગની સાથે ચર્ચા થઇ હતી. બંનેની વાતચીતનો હેતુ વોશિંગ્ટન તેમજ બેઇજીંગ વચ્ચે જે દુશ્મનાવટ ચાલી રહી છે તેનો અંત લાવવાનો હતો.
બાઇડેન અને જિનપિંગ વચ્ચે એ સમયે વાતચીત થઇ રહી છે ત્યારે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. કારણ કે કાબુલ પર ક્જો મેળવ્યા બાદ તાલિબાન ટૂંક સમયમાં ત્યાં સરકાર બનાવાનું છે.
વ્હાઇટ હાઉસ અનુસાર બંને દેશો વચ્ચે જે વાત થઇ તે સ્પર્ધાને જવાબદારીપૂર્વક યથાવત્ રાખવાનો પ્રયાસ હતો. જિનપિંગે બીજી તરફ અફઘાન શાસકોને માર્ગદર્શન આપવા વૈશ્વિક સમુદાયને વાત કરી છે. પરંતુ તાલિબાનને ખૂબ ઓછા દેશોએ સમર્થન આપ્યું છે.
આ તરફ જો બાઈડને પણ અમેરિકાના સૈનિકોને ત્યાથી બોલાવી લીધા છે. તાલિબાન અફઘાનમાં જે નવી સરકાર બનાવશે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે.