Site icon Revoi.in

જો બાઇડેનનો સંકલ્પ: કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને મળશે કોવેક્સીન

Social Share

વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટિક જો બાઇડેને સંકલ્પ કર્યો છે. જો બાઇડેને સંકલ્પ કર્યો છે તેમના કાર્યકાળના પહેલા 100 દિવસમાં કોરોના જેવી ઘાતક મહામારીમાં લોકસ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી 10 કરોડ લોકોનું કોરોના વેક્સીનેશન કરાવશે. તેઓ દેશમાં તમામ લોકો માટે માસ્ક પહેરવાનું પણ ફરજીયાત કરાવશે. તેમજ એ પણ સુનિશ્વિત કરશે કે દેશની મોટા ભાગની શાળાઓ ખુલી જાય જેથી વિદ્યાર્થીઓનું ભાવિ ના બગડે.

જો બાઇડેને અમેરિકાની જનતાને ભરોસો અપાવ્યો હતો કે, પોતાના કાર્યકાળના પહેલા 100 દિવસમાં તેમના નિષ્ણાંતોની ટીમ એક અસરકારક સ્વાસ્થ્ય સેવા તૈયાર કરશે. તેમણે સાથોસાથ કોરોના મહામારીને કારણે મંદ પડેલા અર્થતંત્રને ફરીથી વેગવંતુ બનાવવા માટેનો પણ સંકલ્પ લીધો હતો.

નોંધનીય છે કે ચીનમાંથી ઉદ્દભવેલી કોરોનાની મહામારીની ઝપેટમાં આવ્યા બાદ મહાસત્તા અમેરિકામાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકા કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ સ્થાને છે. અહીં અંદાજે 1.5 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાં 2,86,000 દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

(સંકેત)