Site icon Revoi.in

જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિનથી આ ગંભીર બીમારી થતી હોવાનો FDAના દાવો

Social Share

નવી દિલ્હી: FDAના આધારે Guillain–Barré syndrome ત્યારે થાયછે જ્યારે ઈમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છે. તેનાથી માંસપેશીમાં નબળાઈ આવે છે અને ક્યારેક લકવો પણ થાય છે.

જૉનસન એન્ડ જૉન્સનની વેક્સિનને લઇને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ચેતવણી જાહેર કરી છે. FDA અનુસાર આ વેક્સિનથી દુર્લભ ન્યૂરોલોજીકલ સ્થિતિ ગુલિયન બેરી સિન્ડ્રોમનો ખતરો ઘણા અંશે વધી શકે છે. FDAની આ ચેતવણી બાદ વેક્સિનને ઝટકો લાગ્યો છે. આ પહેલી વાર નથી કે આ વેક્સિનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. અગાઉ પણ લોહીના ગઠ્ઠા જામવાની ફરિયાદ સામે આવી છે.

એક રિપોર્ટ અનુસાર આ પ્રકારની સ્થિતિ વિકસિત થવાની શક્યતા ઓછી છે, અમેરિકાની સામાન્ય લોકોની તુલનામાં જૉન્સન એન્ડ જૉન્સન વેક્સિન લેનારા લોકોમાં આ સંભાવના 3-5 ગણી વધારે જોવા મળે છે. કંપનીની વેક્સિન લેનારા લોકોમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના 100 કેસ મળ્યા હતા.

અમેરિકામાં વેક્સિન લેનારા લગભગ 1.28 કરોડ એટલે કે 8 ટકા વસ્તીને જૉન્સન એન્ડ જૉન્સનની વેક્સિન આપવામાં આવી છે. આ સિવાય 14.6 કરોડ લોકોનું વેક્સિનેશન ફાઇઝર અને મોર્ડનાની વેક્સિનથી થયું છે.

FDAના અભ્યાસ અનુસાર ગુલિયન બેરી સિન્ડ્રોમ ત્યારે થાય છે જ્યારે ઇમ્યુન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન કરે છે. તેનાથી માંસપેશીમાં નબળાઇ આવે છે અને સાથે ક્યારેક લકવાની સ્થિતિ પણ બની જાય છે. અમેરિકામાં 10 લાખમાંથી 10 લોકોમાં આ સમસ્યા પ્રવર્તી રહી છે.