- જોન્સન એન્ડ જોન્સનને મળી સફળતા
- જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝની કોરોનાની રસી તૈયાર
- અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
વોશિંગ્ટન: કોરોનાની રસીને લઇને એક સારા સમાચાર છે. જોન્સન એન્ડ જોન્સને સિંગલ ડોઝ કોરોના રસી માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકન સ્વાસ્થ્ય નિયામક પાસે મંજૂરી માંગી છે. જોન્સન એન્ડ જોન્સને આ વાતની પુષ્ટિ કરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, દવા નિર્માતાએ અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે આની મંજૂરી માટે અરજી મોકલી હતી. હાલમાં જ જોન્સન એન્ડ જોન્સનના એક એક્સપેરીમેન્ટમાં કોવિડ 19 રસીને સિંગલ શોર્ટનો લાંબા સમય સુધી ઇમ્યુન પર રિસ્પોન્સ જોવા મળ્યો છે.
રિપોર્ટ મુજબ 29 દિવસની અંદર 90 ટકા વોલેન્ટિયર્સના શરીરમાં ઈમ્યુન પ્રોટીન બન્યુ જેને ન્યૂટ્રિલાઈજિંગ એન્ટીર્બોડી કહેવામાં આવે છે. જેણે 57 દિવસની અંદર તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડી જનરેટ કરી. ટ્રાયલના પૂરા 71 દિવસ સુધી ઈમ્યૂન પર તેની અસર જોવા મળી.
આ રસીને એક વિશેષતા એ છે કે તેને એક જ વાર લેવાની આવશ્યકતા રહે છે. જ્યારે ઉપયોગમાં લેવામાં આવનારી ફાઇઝર બાયોએનટેક તેમજ મોર્ડના રીસના બે ડોઝ લેવા ફરજીયાત હોય છે. જોન્સન એન્ડ જોન્સનનો એક શોર્ટ અમેરિકામાં ચાલી રહેલા રસીકરણને વધુ ઝડપી બનાવશે. કંપનીના આવેદન બાદ નિયામક ડેટાનું નિરીક્ષણ કરશે અને સલાહકાર સમિતિની સાથે બેઠક કર્યા બાદ તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવશે.
મહત્વનું છે કે, ભારતમાં 16 જાન્યુઆરીથી વિવિધ રાજ્યોમાં રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. આ અભિયાનમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કૌવેક્સીન લગાવવામાં આવી રહી છે.
(સંકેત)