- વાંચો આ નાના દેશ વિશે, જ્યાં કોઇ વ્યક્તિ ગરીબ નથી
- અહીંયા દર ત્રીજો વ્યક્તિ કરોડપતિ છે
- અહીંયા 12 હજાર 261 કરોડપતિ રહે છે
મોનાકો: વિશ્વના સૌથી નાના દેશની વાત કરીએ તો તે વેટિકન સિટી છે જેનું ક્ષેત્રફળ 0.49 વર્ગ કિમી છે અન કુલ વસ્તી 825, પરંતુ આ યાદીમાં મોનાકો સિટીનું નામ પણ સામેલ છે. આજની ઘડીએ પણ મોનાકો દેશમાં રાજતંત્ર ચાલે છે. વર્ષ 1927થી જ અહીં રાજતંત્ર છે. જેની સુરક્ષાની જવાબદારી ફ્રાંસની છે.
ઉત્તર પશ્વિમ યૂરોપના મેડિટેરિયન સીના કિનારે આ શહેર એટલે કે દેશ સ્થિત છે. અહીં મોનાકોમાં એક પણ વ્યક્તિ તવંગર નથી, અહીં ગરીબી દર શૂન્ય છે. આ કારણે જ મોનાકોમાં ગુના પણ ઓછા થાય છે.
પોતાના કદ સિવાય મોનાકો શહેર વધુ એક વાતના કારણે પ્રચલિત છે. આ દેશમાં દુનિયાના સૌથી વધુ અમીર લોકો વસવાટ કરે છે. અહીંયા 12 હજાર 261 કરોડપતિ રહે છે એટલે કે આ દેશનો દરેક ત્રીજો વ્યક્તિ કરોડપતિ છે. મોનાકો જીડીપીની બાબતમાં વિશ્વમાં બીજા નંબર પર છે. અહીંની માથાદીઠ આવક 1 કરોડ 21 લાખ 40 હજાર છે.
આ શહેર માત્ર 1.95 વર્ગ કિમીમાં ફેલાયેલું છે. ઓછી જગ્યામાં ફેલાયેલું હોવાને કારણે તેને મોનાકો શહેર પણ કહેવામાં આવે છે. જો તમે આ દેશમાં ફરવા નીકળો તો માત્ર એક કલાકમાં આખો દેશ જોઇ શકો છો.
ઉત્તર-પશ્વિમ યૂરોપના મેડિટેરિયન સી ના કિનારે સ્થિત આ શહેરમાં જોવામાં પણ ખૂબ જ સુંદર અને રમણીય છે. આ દેશની શેરીઓ બહૂમાળી ઇમારતોથી ભરાયેલી છે. અહીંની કુલ વસતી અંદાજે 39 હજાર છે. મોનાકોને સૌથ વધુ ગીચતા ધરાવતા દેશ તરીકે પણ ગણવામાં આવે છે. ઓછા વિસ્તારમાં આટલા લોકો રહેતા હોવાને કારણે આવું થયું છે. આ દેશની સરહદ ફ્રાંસ અને ઇટલી સાથે જોડાયેલી છે.
આ દેશની બીજી ખાસિયત એ છે કે અહીં ચોરીની ઘટના નહીવત્ છે. અહીં 100 નાગરિકો પર 1 પોલીસકર્મી છે. મોનાકોની જીડીપી વિશ્વમાં બીજા નંબરે છે. અહીં માથાદીઠ આવક 1 કરોડ 21 લાખ 40 હજારની આસપાસ છે. અહીંના લોકોનું સરેરાશ આયુષ્ય 85 વર્ષ છે જે દુનિયામાં સૌથી વધુ છે.
(સંકેત)