Site icon Revoi.in

આ રીતે કોરોના મગજને કરે છે અસર, યુકે અધ્યયનમાં થયો ખુલાસો

Social Share

નવી દિલ્હી: કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં કોરોના મગજને પણ અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોના મગજમાં ગ્રે પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આપને જણાવી દઇએ કે ગ્રે પદાર્થ મગજનો એવો ભાગ છે જેની સાથે ગંધ, સ્વાદ, મેમરી, રચના અને કોગનેટિવ ફંક્શનની ક્ષમતા સંકળાયેલી છે.

બ્રિટનના યુકે બાયોબેંકે પોતાના અધ્યયનમાં જણાવ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોના મગજમાં ગ્રે પદાર્થમાં ઘટાડો થાય છે. યુકે બાયોબેંક એવી સંસ્થા છે જે આરોગ્ય અને આનુવંશિક માહિતીને એકત્રિત કરે છે અને તેનો અભ્યાસ કરે છે. તેણે કોરોના પૂર્વે ને ત્યારબાદ કોરોના સંક્રમિત લોકોના મગજના ફોટા પાડીને અભ્યાસ કર્યો છે. તે અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોગનેટિવ ફંકશનની સાથોસાથ મેમરી રચનામાં સંકળાયેલા મગજના હિસ્સાને કોરના સંક્રમણ બાદ નુકશાન થવા પામ્યું છે.

કોરોના બાદ મગજના ફોટાના અભ્યાસના આધારે તે જાણવા મળ્યું હતું કે ચેપગ્રસ્ત લોકોમાં કોરોના સમાપ્ત થયા પછી પણ મગજની ક્ષમતા પ્રભાવિત થઇ છે. સ્વાભાવિક છે કે આવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પછી લોકોની માનસિક ક્ષમતામાં અનેક પ્રકારની ભૂલો જોવા મળી રહી છે.

કોવિડ પહેલાં યુકે બાયોબેંક માં 40 હજાર લોકોની મગજ(Brain) ના ફોટાઓનો ડેટા બેસ હતો. તેમાંથી 798 લોકોની પોસ્ટ-કોવિડ મગજના ફોટા ફરીથી લેવામાં આવ્યા હતા. તેમની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે 404 લોકો જે કોરોનાનો ભોગ બન્યા છે તેમાંથી 394 લોકોના મગજ સ્કેનમાં એવું જોવા મળ્યું હતું કે તેમના મગજમાં ગ્રે પદાર્થનો અભાવ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભ્યાસની સમીક્ષા ડૉક્ટરોના જૂથો દ્વારન નથી કરાઇ. આ પ્રિ-પ્રિન્ટ અભ્યાસ હતો અને ડૉક્ટરોના જૂથો દ્વારા સમીક્ષા કર્યા પછી જ તેને જર્નલમાં પ્રકાશન માટે મોકલી શકાય છે.