Site icon Revoi.in

કુવૈતનો આકરો નિર્ણય: ભારત સહિત કેટલાક દેશોના નાગરિકોના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ

Social Share

કુવૈતે એક ખૂબ જ આકરો નિર્ણય લીધો છે. કુવૈતે ભારતીય નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુવૈત સરકારે જાહેરાત કરી હતી કે 1 ઑગસ્ટથી ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇરાન અને ફિલીપીન્સથી આવનારા લોકોને બાદ કરતા અન્ય દેશોમાં રહેતા કુવૈતી નાગરિકો અને પ્રવાસીઓ દેશમાં અવર જવર કરી શકે છે.

કુવૈતના આ નિર્ણયથી ભારતીયોને મોટા પ્રમાણમાં નુકસાન થશે કારણ કે જેઓ ભારત જઇને ત્યાં કોરોનાની મહામારીને કારણે ફસાઇ ગયા છે તેવા હજારો ભારતીયોની નોકરીઓ પર ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય આ વાતથી માહિતગાર છે અને ભારતીય નાગરિકો પર લાદવામાં આવેલા પ્રતિબંધના મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

ભારતના અનેક પરિવારો છે જે કુવૈતમાં રહી રહ્યા છે અને કેટલાક લોકો ભારતમાં જઇને ફસાઇ ગયા છે અને હવે આ લોકો કુવૈત પરત ફરવા માંગે છે. રજા માણવા માટે ભારત ગયેલા લોકો જો પરત નહીં ફરી શકે તો તેમને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. તે ઉપરાંત અનેક લોકોના વીઝા પણ પૂર્ણ થવાને આરે છે જ્યારે કુવૈત આ પ્રકારનું અક્કડ વલણ દર્શાવશે તો આ લોકોના વીઝા પણ રીન્યૂ નહીં થાય. તેથી આ મુદ્દે કોઇ ઉકેલ આવે તે ખૂબ જ આવશ્યક છે.

(સંકેત)