- ઉત્તરીય ચીનના પાટનગર હેબેઇમાં સંક્રમણમાં સતત વધારો
- સંક્રમણને અંકુશમાં લેવા માટે હેબેઇમાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું
- નેશનલ હેલ્થ કમિશન દ્વારા નોંધાયેલા 52 કેસ પૈકી 51 હેબેલના હતા
શાંઘાઇ: ઉત્તરીય ચીનના પાટનગર અને સૌથી મોટા શહેર હેબેઇમાં કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં તરીકે લોકોને ઘરની બહાર નીકળવાની મનાઇ કરવામાં આવી છે. પાંચ મહિના કરતાં પણ વધુ સમયમાં આ શહેરમાં દૈનિક સંક્રમણના કેસમાં અસામાન્ય વધારો જોવા મળ્યા બાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું.
નેશનલ હેલ્થ કમિશન દ્વારા નોંધાયેલા 52 કેસ પૈકી 51 હેબેઇના હતા. જ્યારે બેજિંગ સહિત આખા પ્રાંતના કુલ 20 કેસ નોંધાયા હતા. 1.1 કરોડની વસતી ધરાવતા શિઝિઆંઝોંગના સત્તાવાળાઓએ માસ ટેસ્ટિંગ શરૂ કર્યું હતું અને ટોળા ભેગા કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘર અને શહેરને નહીં છોડવા ઉપરાંત શહેરના વિસ્તારના લોકો અને વાહનોને હાઇ રિસ્ક ઝોનમાંથી બહાર નહીં જવા કહેવામાં આવ્યું છે.
મંગળવારે હેબેઇ યુધૃધ સમયના મોડમાં દાખલ થયો હતો, એટલે કે દરેક શહેર, પ્રાંત અને જિલ્લા મથકમાં તપાસ ટીમો તૈનાત કરાશે કે જેથી સંક્રમિત લોકોને તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી શકાય. ચીની સરકારના માધ્યમોએ અગાઉ એવા અહેવાલ આપ્યા હતા કે શિઝિઆંઝોગ પ્રાંતે મુખ્ય રેલવે સ્ટેશનેથી લોકોને શહેરમાં પ્રેવશવા પર પ્રતિબંધ નાંખ્યો હતો.
અગાઉ એવું પણ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું કે આ શહેરમાં પ્રવેશ કરનારે ટ્રેનમાં બેસતા પહેલાના 72 કલાક પહેલાંનો કોરોના ટેસ્ટિંગનો નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે.આગઉ સમગ્ર ચીનમાં એક દિવસ અગાઉના 32 કેસની સામે આજે 63 નવા કેસ નોંધાયા હતા. આમ 30 જુલાઇએ નોંઘાયેલા 127 કેસ પછીથી આ સંખ્યા સૌથી વધુ હતી.
નોંધનીય છે કે, સાર્સ-કોવિ 2 વાયરસથી સંક્રમિત એસિપ્ટોમેટિક કેરિયર્સની સંખ્યા એક દિવસ અગાઉના 64થી વધીને 79 થઇ હતી. 2019ના અંતિમ દિવસોમાં વુહાનમાં દેખાયેલા કોરોનાના પ્રથમ કેસ પછીથી અત્યાર સુધી ચીનમાં કોવિ-19ના કુલ કેસ 87278 થયા હતા.
(સંકેત)