Site icon Revoi.in

શ્વાન હવે કોરોના સંક્રમિત દર્દીઓની કરશે ઓળખ:રિસર્ચ

Social Share

નવી દિલ્હી: કોરોનાથી સંક્રમિત લોકોના શરીરમાં અલગ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. હવે કેટલાક તાલીમ પામેલા શ્વાન આવી ગંધને પારખીને વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ છે તે પારખી જશે તેવો દાવો બ્રિટનના એક રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસીને આ જાણકારી મેળવી છે. રિસર્ચ ચેરિટી મેડિકલ ડિટેક્શન ડોગ્સ એન્ડ ટરહમ યૂનિવર્સિટી સાથે મળીને આ કામ કરવામાં આવ્યું છે.

આ અધ્યયન શ્વાનની ટ્રેનિંગ, ગંધ, વિશ્લેષણ અને મોડલિંગ દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચ કરેલા સંશોધનકર્તાઓએ જાણ્યું કે, તાલીમ પામેલા શ્વાન 94.3 ટકા સુધી સંવેદનશીલતા અને 92 ટકા સુધી ચોક્કસપણે આની જાણકારી મેળવી શકે છે.

ગયા અઠવાડિયે જે રિસર્ચ પત્ર બહાર પડ્યુ તે પ્રમાણે શ્વાન લક્ષણ વગરના વ્યક્તિઓમાં સંક્રમણની જાણકારી મેળવી શકે છે સાથે સાથે કોરોના વાયરસના અલગ અલગ સ્ટ્રેન વિશે પણ જાણકારી મેળવવા માટે સક્ષમ છે. આ સાથે સંક્રમણ કયા સ્તર પર છે જેમકે વધારે સંક્રમણ , ઓછુ સંક્રમણ તેના વિશે પણ જાણકારી મેળવી શકે છે.

એલએસએચટીએમના રોગ નિયંત્રણ વિભાગના મુખ્ય પ્રોફેસર જેમ્સ લોગને કહ્યુ કે નવા પ્રકારના વાયરસના દેશમાં પ્રવેશ અને જોખમને લઇ તપાસમાં થોડા સમય માટે મુશ્કેલી ઉત્પન્ન થઇ શકે છે. એવા સમયે આ શ્વાન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

તેમણે આગળ જણાવ્યુ કે હજી અધ્યયન કરવાની જરુર છે જેથી કરીને જાણકારી મેળવી શકાય કે વાસ્તવિક દુનિયામાં શ્વાન આ પરિણામોને રીપીટ કરી શકે છે કે નહીં. આ શોધ બહુ ઉત્સાહજનક છે.