Site icon Revoi.in

મેહુલ ચોક્સીનું નહીં થાય ભારત પ્રત્યાર્પણ, ડોમિનિકા કોર્ટે પ્રત્યાર્પણ પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: PNB બેંક કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણની આશા પર હવે પાણી ફરી વળ્યું છે. હકીકતમાં મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર ડોમિનિકાઇ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, PNB બેંક કૌંભાડના ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર ડોમિનિકાઇ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેમ કે ચોક્સીએ ત્યાં હેબિયસ કોપર્સ પિટિશિન દાખલ કરી છે અને કહ્યું છે કે તેને કાયદાકીય અધિકારથી વંચિત કરી દેવામાં આવ્યા હતા અને તેને શરૂઆતમાં પોતાના વકીલોને મળવાની પરવાનગી નહોંતી આપવામાં આવી.

PNB સ્કેમના ભાગેડૂ મેહુલ ચોક્સીને એન્ટિગુઆ પાછા મોકલવામાં આવશે. હાલમાં મેહુલ ચોક્સી ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંદી પ્રત્યક્ષીકરણ અરજી બંદી બનાવવા અને કસ્ટડીમાં લેવા જવાની વિરુદ્વ નાગરિકોની પાસે એક હથિયાર છે. જે નાગરિકોને પોતાના હકોની રક્ષા માટે જજ પાસે જવાની શક્તિ આપે છે. હાલમાં તેણે કોઇ ગેરકાયદેસર કામ નથી કર્યું તે સાબિત કરવું પડશે.

મેહુલ ચોક્સીના ડોમિનિકાના વકીલ વેન માર્શને કહ્યું કે, તે ન્યાયની હાંસી છે કેમ કે ચોક્સી કાયદાકીય પ્રતિનિધિત્વનો હકદાર છે. પછી તે એન્ટિગુઆમાં હોય અથવા ડોમિનિકામાં. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે, તેમના ક્લાઇન્ટને જોલી હાર્બપથી અનેક લોકોએ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તેને ડોમિનિકા લઇ જવાયા હતા.

મેહુલના વકીલે આરોપ લગાવ્યો છે કે મેહુલ શરીરમાં ટોર્ચરના નિશાન હતા. તેમને ખરાબ રીતે પીટવામાં આવ્યા છે.