Site icon Revoi.in

બે જુદી-જુદી કોરોના વેક્સિન લઇ શકાય? જાણો શું કહે છે WHOના વૈજ્ઞાનિક

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી કોરોનાની બે જુદી જુદી રસી લેવા અંગે અનેક તર્કવિતર્ક વચ્ચે હવે વિશ્વ આરોગ્ય સંગઠને સારા સમાચાર આપ્યા છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે કામ કરી રહી છે. જે દેશો પોતાના નાગરિકોને બીજો ડોઝ આપવા માટે રસીની પ્રતિક્ષા કરી રહ્યા છે તે દેશો માટે હવે દરવાજા ખુલી ગયા છે.

સ્વામિનાથને વધુમાં ઉમેર્યું હતું કે, આવા દેશો રસીકરણ માટે અન્ય રસીનો ઉપયોગ કરી શકશે. અગાઉ, ઘણા વૈજ્ઞાનિકોએ સૂચન કર્યું હતું કે, કોરોના વેરિયન્ટનો સામનો કરવા માટે બે જુદી જુદી કંપનીઓની કોરના રસીઓ લઇ શકાય છે. જેથી વેરિયન્ટ સામે લાંબા સમય સુધી સુરક્ષા મળશે અને ઇમ્યુનિટી પણ રહેશે. જો કે તેમણે એવી પણ ચેતવણી આપી છે કે, બ્રિટન અને જર્મનીના ડેટા અનુસાર દર્દીઓએ બે જુદી જુદી રસી લીધા પછી વધારે પીડા, તાવ અને અન્ય આડઅસર પણ થઇ છે.

બે જુદી જુદી કંપનીઓની રસી ઑવર-રિસ્પોન્સિવ ઇમ્યુન સિસ્ટમ બનાવી રહી છે. જેનાથી એન્ટિબોડીઝ અને વ્હાઇટ બ્લડ સેલ્સ બની રહ્યા છે. જે વાયરસથી અસરગ્રસ્ત કોષોને મારી નાખે છે. દરમિયાન વિશ્વના અલગ અલગ દેશોમાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે બે અલગ અલગ રસીઓ લાગૂ કરવા માટે પરીક્ષણ ચાલી રહ્યું છે.

જ્યારે કેટલાક દેશોની ફાર્મા કંપનીઓએ કોરોના વાયરસના અલગ અલગ પ્રકારો માટે બૂસ્ટર શોટ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ અંગે સ્વામિનાથને કહ્યું કે, આ પગલું ઉતાવળભર્યું છે કારણ કે ઘણા દેશોમાં કોરોના રસી હજુ લાગી નથી.