Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની કમાન સંભાળી શકે છે મુલ્લા બરાદર, જાણો બરાદર વિશે

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યના અભિયાનના અંત બાદ હવે તાલિબાનની સરકાર બનવા જઇ રહી છે. તાલિબાની સૂત્રો અનુસાર તાલિબાનના સંસ્થાપક સભ્ય મુલ્લા અબ્દુલ ગની બરાદરને તાલિબાન સરકારની કમાન મળી શકે છે. શેર મોહમ્મદ અબ્બાસ અને મુલ્લા યાકૂબને પણ મહત્વની જવાબદારી મળી શકે છે.

સૂત્રો અનુસાર તાલિબાનના દિવંગત સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મોહમ્મદ યાકૂબ અને શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઇ સરકારમાં મોટું પદ સંભાળશે. સૂત્રો અનુસાર તાલિબાન અફઘાનિસ્તાનના હાલના સંવિધાનને રદ કરી 1964-65ના જૂના સંવિધાનને જ ફરીથી લાગૂ કરી શકે છે.

સરકારના ગઠન માટે તાલિબાનીઓ છેલ્લા ચાર દિવસથી પરસ્પર ચર્ચા કરી રહ્યા છે. જો કે સૂત્રો અનુસાર તાલિબાનના હાર્ડલાઇનર જૂથ સત્તામાં બીજા કોઇને સામેલ કરવા માંગતા નથી.

સરકારમાં બિન તાલિબાની પક્ષોને સુપ્રીમ કાઉન્સિલ અને મંત્રાલયોમાં બંનેમાં જગ્યા આપવામાં આવી શકે છે. જો કે જોવાનું એ છે કે નાર્દન એલાયન્સ અને તાલિબાન વચ્ચે વાતચીતમાં કોઇ કરાર થઇ શકે કે નહીં.

થોડા દિવસો પહેલાં પરિવર્તનની આહટ વચ્ચે બીજિંગ જઇને ચીન (China) ના નેતાઓ સાથે મુલાકાત કરાવનાર પણ બરાદર જ હતો. વર્ષ 1978 માં જ્યારે સોવિયતના વિરૂદ્ધ તાલિબાનીઓએ ગોરિલ્લા વોર શરૂ કરી હતી, ત્યારે બરાદર તેમાં સક્રિય હતો. સોવિયત સેનાની વાપસી બાદ બરાદરનું વધતું ગયું. તેણે મુલ્લા ઉમર સાથે મળીને ઘણા મદરેસા બનાવ્યા જ્યાં તાલિબાની લડાકું તૈયાર કર્યા.

વર્શ 1996 માં અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની સરકાર બની, ત્યારે પણ બરાદરની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. વર્ષ 2001 માં અમેરિકી હુમલા બાદ બરાદરને ભાગવું પડ્યું. 2010 માં બરાદરની કરાંચીથી ધરપકડ થઇ. પરંતુ શાંતિ વાર્તા માટે 2018માં બરાદરને મુક્ત કરવો પડ્યો.