Site icon Revoi.in

NASAએ પૃથ્વીની નજીકથી પસાર થતો 1000મો લઘુગ્રહ શોધ્યો

Social Share

નવી દિલ્હી: નાસાએ એક એસ્ટેરોઇડને ટ્રેક કર્યો છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબએ પૃથ્વીથી માત્ર 1.7 મિલિયન કિલોમીટરના અંતરે પસાર થતો 1000 મો નિયર-અર્થ એસ્ટેરોઇડને ટ્રેક કર્યો હતો.

તેની હાજરી રડાર 2021 PJ1થી પકડવામાં આવી હતી. પ્રારંભિક અવલોકનમાં રડારે બતાવ્યું હતું કે, તે 65 થી 100 ફૂટ જેટલો પહોળો છે, તેના નાના કદ છતાં આ એસ્ટેરોઇડ 1000 મો પૃથ્વીથી નજીકથી પસાર થતો પદાર્થ બન્યો હતો.

સાત દિવસ બાદ જો કે JPL દ્વારા પૃથ્વીની ની નજીક આવતા 1001 માં પદાર્થને ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. આ વખતે તે પહેલા કરતા પણ મોટો હતો. 2016 AJ193 તરીકે ઓળખાતો હતો, તેણે પૃથ્વીને લગભગ 3.4 મિલિયન કિલોમીટરના અંતરે પસાર કરી હતી.

શું હોય છે એસ્ટેરોઇડ્સ

એસ્ટેરોઇડ્સ આશરે 4.6 અબજ વર્ષ પહેલા સૌરમંડળની રચનામાંથી બાકી રહેલા ખડકના ટૂકડાઓ જ છે. એસ્ટેરોઇડ ટ્રેક કરતી નાસા જોઇન્ટ પ્રોપલ્શન લેબ અનુસાર, જ્યારે આપણા ગ્રહથી તેનું અંતર પૃથ્વીથી સૂર્યના અંતર કરતાં 1.3 ગણાથી ઓછું હોય ત્યારે તેને નિયર અર્થ ઓબ્જેક્ટ તરીકે માનવામાં આવે છે. નાસા પૃથ્વીની નજીકના 26,000 થી વધુ એસ્ટરોઇડને ટ્રેક કરે છે અને તેમાંથી 1,000 ને સંભવિત જોખમી માનવામાં આવે છે.

આ રડાર ડિટેકશન કે જે ઝડપી ગતિ કરતાં પદાર્થોમાં પણ કારગર છે તેની 1968 માં શરૂઆત થઈ હતી, ખગોળશાસ્ત્રીઓને NEO ની ભ્રમણકક્ષાને સમજવામાં તે ખૂબ મદદ કરે છે, જે ભવિષ્યની ગતિની ગણતરીને દાયકાઓ સુધી અને સદીઓ સુધી કરી શકે છે.