- નાસાના ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટરને મોકલ્યો અવાજ
- નાસાના હેલિકોપ્ટરે પોતાનો અવાજ પૃથ્વીને મોકલ્યો
- મચ્છરના ગણગણાટ જેવો અવાજ સાંભળી શકાય છે
નવી દિલ્હી: નાસાએ થોડાક સમય પહેલા મંગળની સપાટી પર હેલિકોપ્ટર લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો અને હવે એ જ હેલિકોપ્ટરે પૃથ્વી પર પોતાનો અવાજ મોકલ્યો છે. મચ્છરના ગણગણાટ જેવો એનો અવાજ સંભળાય છે. નાસાએ ટ્વિટર પર હેલિકોપ્ટરનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં અવાજ સાંભળી શકાય છે.
નાસાના ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટરને પાંચમી વખત ઉડાન ભરી હતી. નાસાએ જે વીડિયો રજૂ કર્યો છે તેમાં મચ્છરના ગણગણાટ જેવો અવાજ સાંભળી શકાય છે. ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર માત્ર 1.8 કિલોગ્રામ વજન ધરાવે છે.
રોવરના માઇક્રોફોનથી આ હેલિકોપ્ટર 260 ફૂટના અંતરે હોવાથી આ હેલિકોપ્ટરનો અવાજ મચ્છર જેવો કે એવા કોઇ જીવડાંની પાંખો ફફડે એટલે એટલા માટે આવ્યો હતો. હેલિકોપ્ટરનો અવાજ સિસ્ટમથી વધારાયો છે તેવું નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. નહીંતર માઇક્રોફોન દૂર હોવાથી અવાજ ખૂબ જ ધીમો આવતો હતો.
નોંધનીય છે કે અગાઉ નાસાએ ટ્વિટરના માધ્યમથી હેલિકોપ્ટરની તસવીરો શેર કરી હતી. નાસાના વૈજ્ઞાનિકોની સરકીટમાં ઇનજેન્યુઇટીની ઉડાનને રાઇટર્સ બ્રધર્સના પહેલા વિમાનની ઉડાન સાથે સરખામણી થાય છે.
(સંકેત)