- નાસાનું Perseverance રોવર અત્યારે મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી રહ્યું છે
- નાસાના આ રોવરે મંગળ ગ્રહ પર સંભળાતો અવાજ મોકલ્યો છે
- માઇક્રોફોનએ લેઝર સ્ટ્રાઇક્સનો અવાજ રેકોર્ડ કરીને મોકલ્યો છે
નવી દિલ્હી: હાલમાં મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી રહેલી અમેરિકાની સ્પેસ એજન્સીના Perseverance રોવરએ પોતાના માઇક્રોફોનમાં રેકોર્ડ કરેલો અવાજ મોકલ્યો છે. કેમેરામાં મંગળ ગ્રહ પર ચાલતી હવાનો અવાજ સંભળાય છે, જ્યારે માઇક્રોફોનએ લેઝર સ્ટ્રાઇક્સનો અવાજ રેકોર્ડ કરીને મોકલ્યો છે. આ રોવરમાં 23 કેમેરા અને 2 માઇક્રોફોન લગાવવામાં આવ્યા છે. જે પૃથ્વી મિશન પર મિશન કંટ્રોલને ડેટા મોકલે છે.
પહેલા ઓડિયોમાં રોવરે લાલ ગ્રહ પર ચાલતા અવાજને સંભળાવ્યો છે. જેને રોવરના SuperCam માઇક્રોફોનમાં રેકોર્ડ કરાયો છે. આ માઇક તેના માસ્ટના ઉપર લગાવવામાં આવ્યું છે. જ્યારે આ અવાજ રેકોર્ડ કરાયો ત્યારે આ માસ્ટ નીચે હતું, માટે અવાજ ધીમો સંભળાઇ રહ્યો છે.
અહીંયા સાંભળો અવાજ
Did you know? Some sounds that we’re used to on Earth, like whistles, bells or bird songs, would be almost inaudible on Mars.
Learn more in the “Sounds of Mars” episode of our Curious Universe podcast.
🎧 Listen: https://t.co/KgSQExqgut pic.twitter.com/YXxjE55ytT
— NASA (@NASA) March 10, 2021
બીજો અવાજ લેઝર સ્ટ્રાઇક્સનો છે. હૃદય ધબકતું હોય તેવા તાલમાં અહીંથી અવાજમાં અલગ અલગ તીવ્રતા છે. જેના આધારે રિસર્ચમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે લેઝર જે પર્વત સાથે ટકરાય છે તેની બનાવટ કેવી છે?
Perseverance રોવરમાં 23 કેમેરામાં 2 માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. તેના માસ્ટમાં લગાવેલા માસ્ટકેમ-Z એવા ટાર્ગેટટ્સ પર ઝૂમ કરશે જ્યાં વૈજ્ઞાનિક દૃષ્ટિથી રોચક શોધની સંભાવના છે. મિશનની સાયન્સ ટીમ Perseverance રોવરના SuperCamને ટ્રાર્ગેટ પર લઈને ફાયર કરવાની કમાન્ડ આપશે જેનાથી એક પ્લાઝ્મા ક્લાઉટ જનટેર થશે. તેના એનાલિસિસથી ટ્રાર્ગેટની કેમિકલ બનાવને શેર કરી શકાશે. જો તેમાં કંઈક જરુરી બાબત ધ્યાને આવે તો રોવરનો રોબોટિક આર્મ આગળ કામ કરવા લાગે છે.
આ રીતે અવકાશમાં ભારત સહિત દુનિયાના અલગ-અલગ દેશો દ્વારા જીવન છે કે નહીં તેની શોધ કરવામાં આવી રહી છે.
(સંકેત)