Site icon Revoi.in

નાસાએ સ્પેસએક્સ સાથે મળીને ઇતિહાસ રચ્યો, ચાર અવકાશ યાત્રી ISS માટે થયા રવાના

Social Share

વૉશિંગ્ટન: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ રવિવારે ચાર એસ્ટ્રોનોટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે. સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલાયેલા અંતરિક્ષ યાત્રીમાં અમેરિકાના માઇકલ હોપકિંસ, વિક્ટર ગ્લોવર, શેનન વોકર અને જાપાનના સોઇચી નોગુચી સામેલ છે. તેઓ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયા હતા. તેઓ ત્યાં 6 મહિના સુધી રહેશે. લોન્ચિંગ સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને સેકન્ડ લેડી કરેન પેન્સ પણ હાજર રહ્યાં હતા.

હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા જો બિડેને પણ આ લોન્ચ અંગે પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ વિજ્ઞાનની શક્તિનું પરિણામ છે અને સાબિત કરે છે કે સરળતા અને દ્રઢ સંકલ્પ દ્વારા આપણે શું હાંસલ કરી શકીએ છીએ. ત્યાં જ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આને મહાન ગણાવ્યું હતું.

આપને જણાવી દઇએ કે મે મહિનામાં સ્પેસએક્સે એક ડેમો મિશન પૂર્ણ કરીને દેખાડ્યું હતું કે તે અંતરિક્ષ યાત્રીઓને સ્પેસ સ્ટેશન મોકલી શકે છે અને તેમને સુરક્ષિત પાછા પણ લાવી શકે છે. જે બાદ કંપની તેના મિશન માટે અમેરિકાની નિર્ભરતા રશિયાના સોયુજ રોકેટથી સમાપ્ત કરી શકે છે.

આ મિશન અંગે નાસાના એડમિનિસ્ટ્રેટર જિમ બ્રાઇડનસ્ટાઇને કહ્યું હતું કે આ વખતે ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે, જેને આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે આપણી ઉડાન કહી શકીએ છીએ. જો કે સ્પેસએક્સની સફળતાનો એ અર્થ નહીં થાય કે અમેરિકા રશિયા સાથે ઉડાન બંધ કરી દેશે.

નોંધનીય છે કે એજન્સીએ વર્ષ 2024 સુધી કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ અંતર્ગત 8 બિલિયન ડોલર કરતાં વધુ ખર્ચ કરવાની યોજના બનાવી છે. તેને આશા છે કે પ્રાઇવેટ સેક્ટર ધરતીની નીચલી કક્ષામાં મોકલવામાં આવતા મિશનને સંભાળી લેશે, જેનાથી ના પૂરેપૂરું ધ્યાન ચંદ્ર અને મંગળ પર વાપસીવાળા મિશન પર લગાવી શકશે.

(સંકેત)