- H-1B વિઝા સાથે સંકળાયેલા વેતનને લગતા નિયમો વિરુદ્વ 17 સંગઠનોએ કર્યો કેસ
- અહીંના શૈક્ષણિક અને વ્યવાસિયક એવા 17 સંગઠનો કેસ મારફતે કાયદાકીય જંગ લડશે
- કેસમાં આરોપ છે કે નવા નિયમો આયોજન વગરના છે
વોશિંગ્ટન: ટ્રમ્પ સરકારની H-1B વિઝા પ્રત્યેની નીતિ પહેલેથી ચર્ચિત છે ત્યારે હવે અમેરિકામાં H-1B વિઝા સાથે સંકળાયેલા વેતનના નવા નિયમો વિરુદ્વ અહીંના શૈક્ષણિક અને વ્યવસાયિક એવા 17 સંગઠનોએ કાયદાકીય જંગ લડવાનો નિર્ણય કર્યો છે. તમામ સંગઠનોએ સંયુક્તપણે મળીને વેતન મુદ્દે હાલમાં જ લેવાયેલા નિર્ણયને લઇને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની વિરુદ્વ ડિસ્ટ્ર્રિક્ટ ઑફ કોલંબિયા કોર્ટમાં કેસ નોંધાવ્યો છે.
કોર્ટમાં નોંધાવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ નિયમ આયોજન વગરના, પાયાવિહોણા અને અનિયમિત રૂપે અમલમાં લેવામાં આવ્યા છે.
H-1B વિઝા એક બિન પ્રવાસી વિઝા છે, જે અમેરિકન કંપનીઓ આઇટી ક્ષેત્ર અને બીજી સ્કીલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીયાત વર્ગોને અમેરિકા લાવવા માટે આપવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ ભારતથી નોકરી માટે અમેરિતા જતા આઇટી પ્રોફેશનલ્સની મોટી સંખ્યા છે. નવા નિયમની સીધી અસર વેતન પર જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, આ મહિનાની શરુમાં લેબર ડિપાર્ટમેન્ટ એ H-1B Visa ધારકો અને બીજા વિદેશી લેબર પ્રોગ્રામ માટે વેતન સ્તર નક્કી કરવા માટે નવા નિયમને લાગૂ કર્યો હતો. જેની પર વ્હાઇટ હાઉસનુ કહેવુ હતું કે H-1B Visa ધારકોની ગુણવત્તામાં સુધારો લાવશે અને અમેરિકામાં એવી જ નોકરી કરી રહેલા કર્મચારીઓ માટે યોગ્ય વેતન નક્કી કરશે.
(સંકેત)