Site icon Revoi.in

ચીનમાં જ ચીની વેક્સિન ફેઇલ, ફરી કોરોના સંક્રમણમાં વધારો

Social Share

નવી દિલ્હી: કોરોનાની ઉત્પત્તિ માટે જેને જવાબદાર માનવામાં આવે છે તેવા ચીનમાં ચીનને તેની જ વેક્સિન હવે કામ નથી આવી રહી. 1.41 અબજની વસ્તીમાંથી 1.07 અબજ લોકોના વેક્સિનેશન છતાં આ સમયે ચીનમાં કોરનાની નવી લહેરનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર ચીન તેની સામે લડી રહ્યું છે. દેશના 14 પ્રાંતોમાં ચેપના નવા કેસોમાં વધારો થયો છે. મેઇનલેન્ડ ચીનમાં 59 નવા કોવિડ કેસ નોંધાયા હતા.

ચીનના બેઇજિંગ, હેઇલોંગજિયાંગ, આંતરિક મંગોલિયા, ગાંસુ અન નિંગ્ઝિયામાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. તે જ સમયે, એક સપ્તાહમાં ત્રણ શહેરોમાં લોકડાઉન કરવાની નોબત આવી છે.

NHCના પ્રવક્તા અનુસાર રોગચાળાની રોકથામ અને નિયંત્રણની સ્થિતિ બેકાબૂ બની રહી છે. તે વધુ ગંભીર અને જટિલ સ્વરૂપ ધારણ કરી રહી છે. કારણ કે સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. રાજધાની બેઇજિંગને પણ કોવિડે હડફેટે લેતા ત્યાં પણ 1 ડઝનથી વધુ કેસ સામે આવ્યા છે.

નોંધનીય છે કે, અત્યારસુધીમાં દેશની 75.8 ટકા વસ્તીએ કોવિડ રસીને બે ડોઝ લીધા છે. શુક્રવાર સુધીમાં, ચીનમાં કુલ 2.26 અબજ રસીને ડોઝ આપવામાં આવ્યા છે. ચીનના ઘણા પ્રાંતોએ 3 થી 11 વર્ષના બાળકોને રસીકરણ કરવાનું શરૂ કર્યું છે.