1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મુક્ત ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ, 50,000 લોકોએ ભાગ લીધો
કોરોના મુક્ત ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ, 50,000 લોકોએ ભાગ લીધો

કોરોના મુક્ત ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ, 50,000 લોકોએ ભાગ લીધો

0
Social Share
  • ભારતમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડ-ઇઝરાયેલ કોરોનામુક્ત બન્યા
  • ન્યૂઝીલેન્ડમાં કોરોના કાળની સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ હતી
  • આ કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના 50,000 લોકોએ ભાગ લીધો હતો

નવી દિલ્હી: ભારતમાં હજુ પણ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે ત્યારે ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયેલ જેવા દેશો કોરોનામુક્ત બન્યા છે. જેના પગલે હવે અહીંયા આ બંને દેશોમાં માસ્ક પહેરવું અનિવાર્ય નથી.

ન્યૂઝીલેન્ડની વાત કરવામાં આવે તો અહીંયા ફરીથી રોજીંદુ જીવન થાળે પડ્યું છે. અહીંયા તાજેતરમાં જ કોરોના કાળની સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ હતી. આ કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના 50,000 કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો. આ લોકોએ માસ્ક નહોતુ પહેર્યું અને કોઇપણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ઇડન પાર્કમાં થયેલી આ ધમાકેદાર કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના બેંડ સિક્સે પરફોર્મ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારી વચ્ચે અત્યારસુધીની આ સૌથી મોટી કોન્સર્ટ છે.

અગાઉ સ્પેનના બાર્સેલોનામાં કોરોના કાળ દરમિયાન થયેલી કોન્સર્ટમાં 5000 લોકો ભેગા થયા હતા. જો કે આ તમામ લોકોને પણ કોરોના ટેસ્ટ કર્યા બાદ જ કોન્સર્ટ એટેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code