- ભાગેડૂ આર્થિક અપરાધી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને વધુ એક ઝટકો
- યુકેની કોર્ટે તેના પ્રત્યાર્પણ સામે કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપી
- તેની માનસિક સ્થિતિ યોગ્ય ના હોવાથી તેનું પ્રત્યાર્પણ યોગ્ય નથી: નીરવ મોદીના વકીલ
નવી દિલ્હી: ભાગેડુ નીરવ મોદીને હાલ ભારતમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટ દ્વારા તેને રોકોવાની અપીલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી તેને ભારતમાં લાવવા વધું સમય લાગી શકે છે.
ભાગેડૂ આર્થિક અપરાધી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે નીરવ મોદીને હાલમાં ભારત નહીં લાવી શકાય. યુકેની કોર્ટે તેના માનસિક સ્વાસ્થ્યના આધારે ભારતમાં પ્રત્યાર્પણ સામે અપીલ દાખલ કરવાની પરવાનગી આપી દીધી છે. નીરવના વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે, તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખતા આત્મસમર્પણ કરવું યોગ્ય નથી.
નીરવ મોદીના વકીલોએ UKની કોર્ટના જજ માર્ટિન ચેંબરલેનને કહ્યું હતું કે, તેનું માનસિક સ્વાસ્થ્ય યોગ્ય નથી અને સાથે જ તેણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે. જેને લઇને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. જજે એવું પણ કહ્યું હતું કે, મુંબઇની આર્થર રોડ જેલમાં કેદીઓની આત્મહત્યાના કિસ્સા પણ બનતા હોય છે.
આ સમગ્ર મામલે જજે એવું કહ્યું હતું કે, તેઓ આધાર ત્રણ અને ચારને અનુલક્ષીને અપીલ કરવાની અનુમતી આપી શકે છે. આધાર ત્રણ અને ચારનો અધિકાર યુકેમાં સુરક્ષા અને અધિકારને અનુલક્ષીને છે. જે 2003માં યુકેમાં ઘડવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, નીરવ મોદીના વકીલે તના મનોચિકિત્સક ડૉક્ટર વિશેની વાત કહી કે તેના ડૉક્ટરે કહ્યું કે તે આત્મહત્યાનો પ્રયાસ કરી શકે છે.