- વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું નિવેદન
- જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી લાંબા ગાળાની આર્થિક રિકવરી મુશ્કેલ
- લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ ફાયદો થવાનો નથી
લંડન: વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચિંતા વ્યક્ત કરી છે. IMFએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને લાંબા ગાળાની આર્થિક રિકવરી થાય તેમ લાગતું નથી. ભલે અનેક દેશોની સરકાર લોકડાઉન ઉઠાવી લે તો પણ તેનાથી બહુ ફેર નહીં પડે.
IMF એ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે સરકારોએ લોકડાઉન લાદીને વૈશ્વિક મંદીને કેટલાક અંશે અંકુશમાં રાખવા માટે મોટું યોગદાન આપ્યું છે પરંતુ લોકોએ જાતે સોશિયલ ડિસ્ટન્સિંગ પસંદ કર્યું હોવાથી મંદી વકરી છે.
બીજી તરફ યુકેની વાત કરીએ તો ઑગસ્ટમાં ધાર્યા પ્રમાણે આર્થિક રિકવરી થઇ નથી. જુલાઇમાં 6.6 ટકાની રિકવરી સામે ઑગસ્ટ મહિનામાં માત્ર 2.1 ટકા રિકવરી થતાં યુરોપમાં યુકે આ મામલે અન્ય દેશોની સરખામણીમાં પાછળ પડી ગયું છે.
ફ્રાન્સમાં પણ માત્ર પાંચ ટકા રિકવરી જણાઇ છે. ચીનના સર્વિસ સેક્ટરમાં સપ્ટેમ્બરમાં વૃદ્વિ થઇ હોવાનું જણાયું હતું. જૂન મહિનાથી પરર્ચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ 50 કરતાં ઉપર જ રહ્યો છે. ચીની ઇકોનોમી 60 ટકા હિસ્સો સર્વિસ સેક્ટર પર નિર્ભર છે.
(સંકેત)