Site icon Revoi.in

માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રત્યેક પ્રક્રિયા અનુસરવી જ પડશે: બ્રિટન

Social Share

નવી દિલ્હી: વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટને આજે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. ભારતમાં નિમાયેલા નવા બ્રિટનના નવા રાજદૂત એલેક્સ એલિસને જ્યારે પૂછવામાં આવ્યું કે માલ્યાનું પ્રત્યાર્પણ ક્યારે થશે તો તેમણે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની જે પ્રક્રિયા છે તેનું પાલન કરવું જ પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રત્યાર્પણ વહીવટી તેમજ ન્યાયિક પ્રક્રિયા હોવાથી આ વિવિધ કોર્ટોમાં આ પ્રક્રિયા ચાલશે. બ્રિટનાન ગૃહ સચિવે પોતાનું કામ પૂર્ણ કરી દીધું છે.

બીજી તરફ ભારત માલ્યાનું ઝડપથી પ્રત્યાર્પણ કરવા માટે બ્રિટન પર દબાણ વધારી રહ્યું છે. બ્રિટનની સુપ્રીમ કોર્ટ ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્વની માલ્યાની અપીલ ફગાવી દીધી છે. આ અપીલ ફગાવી દેવામાં આવ્યા પછી ભારત બ્રિટન પર સતત દબાણ વધારી રહ્યું છે.

નોંધનીય છે કે, વિજય માલ્યા માર્ચ, 2016થી બ્રિટનમાં છે. 8 એપ્રિલ, 2017ના રોજ સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પ્રત્યાર્પણ વોરન્ટ ઇશ્યુ થયા પછી માલ્યા જામીન પર બહાર છે. એપ્રિલ, 2018માં હાઇકોર્ટે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટએ ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડાને ભારતીય કોર્ટોમાં જવાબ આપવા માટે હાજર થવું પડશે.

(સંકેત)