- આ 3 કારણોસર ઝડપથી ઓમિક્રોન ફેલાઇ રહ્યો છે
- WHO ના ટેકનિકલ પ્રમુખ મારિયા વૈને આપી જાણકારી
- જાણો ક્યા કારણોસર ફેલાય છે ઓમિક્રોન
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે.
દેશના મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં કોરોના ફૂંફાડો મારી રહ્યો છે. જો કે, ડેલ્ટાની તુલનાએ ઓમિક્રોનને ખૂબ જ હળવો વાયરસ ગણવામાં આવી રહ્યો છે. પરંતુ તેના ફેલાવાની ઝડપ વૈજ્ઞાનિકોને પણ ચિંતિત કરી રહી છે.
WHOના ટેકનિકલ પ્રમુખ મારિયા વૈન કેર્ખોવે ઓમિક્રોનની ઝડપી પ્રસરણ માટે ત્રણ કારણોને જવાબદાર ગણાવ્યા છે.
કેર્ખોવે સાવચેતીના સૂરમાં કહ્યું કે, વાયરસના જોખમને ઓછું કરવા તેમજ તેના પ્રસરણને નિયંત્રિત કરવા માટે ચિંતનની જરૂર છે. ગત સપ્તાહે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયો જે તેની અગાઉના સપ્તાહની તુલનામાં 71 ટકા વધુ છે.
પ્રથમ કારણ એ છે કે નવા વેરિએન્ટના મ્યૂટેશન વાયરસને માનવ કોશિકાઓની સાથે જોડવામાં મદદ કરે છે. બીજું નવા વેરિએન્ટમાં ઇમ્યૂન સિસ્ટમથી બચી નીકળવાની ક્ષમતા છે. અંતે લોકોમાં રિઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. એટલે કે, પહેલા સંક્રમણનો શિકાર થઇ ચૂકેલ લોકો અથવા વેક્સિનેટ થયેલા લોકો માટે પણ બચવું અઘરું છે.
કેર્ખોવે ત્રીજું કારણ આપતા જણાવ્યું કે, ઓમિક્રોનમાં આપણે અપર રેસ્પિરેટરી ટેક્ટમાં વાયરસને રેપ્લીકેટ થતા જોઇ શકીએ છીએ. જે ડેલ્ટા અને છેલ્લા કોઇપણ વેરિએન્ટથી ખૂબ જ અલગ છે. કોવિડના છેલ્લા તમામ સ્ટ્રેન ફેફસાંમાં લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં રેપ્લીકેટ થાય છે.
તે ઉપરાંત લોકો જે ભીડમાં એકત્ર થાય છે અને એકબીજાને મળે છે તેને કારણે પણ તે ઝડપી ગતિએ ફેલાય છે. જે ચિંતાજનક બાબત છે. તેથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.