Site icon Revoi.in

લાદેન નવાઝ શરીફને ભંડોળ પૂરું પાડતો હતો, પાક.ના પૂર્વ રાજદૂતનો ઘટસ્ફોટ

Social Share

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે અનેક ઘટસ્ફોટ કર્યા છે. જેમાં આતંકવાદી ઓસામા બિન લાદેને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને નાણાકીય ભંડોળ સહિતની મદદ કરી હોવાનો ઘટસ્ફોટ પણ સામેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન તરફથી અમેરિકામાં રાજદૂત રહી ચૂકેલા આબિદા હુસૈનનો આક્ષેપ છે કે પાકિસ્તાનના ટોચના નેતાઓ આતંકી સંગઠનો અને તેના આકાઓ સાથે ઘેરાબો ધરાવે છે.

પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ પ્રમાણે આબિદા હુસૈને નવાઝ શરીખ વિશે વાત કરતા કહ્યું હતું કે, ઓસામાએ નવાઝ શરીફને નાણાકીય ભંડોળ તેમજ વિવિધ પ્રકારે મદદ કરી હતી, જો કે આ બાબત ખૂબ જ ગૂંચવણભરી છે. આબિદા હુસૈને નવાઝ શરીફની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડાં દિવસો પહેલાં જ પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પક્ષના મેમ્બર ઓફ નેશનલ એસેમ્બલી ફારૂક હબીબે આક્ષએપ કર્યો હતો કે નવાઝ શરીફે જ દેશમાં વિદેશી ફંડિંગની શરૂઆત કરી અને ઓસામા બિન લાદેન પાસેથી 10 મિલિયન ડૉલરનું ફંડિંગ મેળવ્યું . આ ફંડિંગના કારણે જ તેઓ બેનઝીર ભુટ્ટોની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી સરકારને ધ્વસ્ત કરવાનું આયોજન બનાવી શક્યા હતા. નવાઝ શરીફ હાલ લંડનમાં સારવાર લઇ રહ્યા છે.

(સંકેત)