Site icon Revoi.in

શ્યામ રંગના લોકોમાં કોરોનાના લક્ષણો પારખવામાં ઓક્સિમીટર બિનઅસરકારક

Social Share

વોશિંગ્ટન: ચીનનું વુહાન શહેર જેનું ઉત્પત્તિ કેન્દ્ર છે એવા જીવલણે કોરોના વાયરસને લઇને અત્યારસુધી અનેક સંશોધન અને દાવાઓ કરવામાં આવ્યા છે. જેમાં હવે વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાની તપાસ માટે ઉપયોગમાં લેવાતું ઓક્સિમીટર શ્યામ રંગના લોકોને ચકાસવામાં બિનઅસરકારક તેમજ ઓક્સિજન લેવલમાં વિવિધતા જોવા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાની ફેડરલ એજન્સીએ આ દાવો કર્યો હતો.

US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અનુસાર લોહીમાં ઓક્સિજનના સ્તરની દેખરેખ કરનાર હલ્કા ઉપકરણ શ્યામ સ્કીનવાળા લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અમેરિકી વિભાગના દાવા અનુસાર, આ ડાર્ક સ્કીનવાળા લોકોનું ઓક્સિજન સ્તર માપવા દરમિયાન ઓક્સિમીટર ખોટા પરિણામ આપી શકે છે. જો કે અમેરિકાની ફેડરલ એજન્સીએ શુક્રવારે કહ્યું કે, ઓક્સિમીટર લોહીમાં ઓક્સિજનના માપ માટે ઉપયોગી છે.

જણાવી દઈએ કે, પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ શરીરમાં ઓક્સિજન લેવલ તપાસવા માટે કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમા કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકારે ઓક્સિજન સ્તરની તપાસ માટે કોરોના દર્દીઓને ઘર પર ઓક્સિમીટર્સ ઉપલબ્ધ કરાવ્યા હતા. સરકારે હજારો ઓક્સિમીટર્સ કોરોના દર્દીઓને વહેંચ્યા હતા, પરંતુ હવે જે દાવા સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતા જન્માવે તેમ છે તેવો અમેરિકાએ દાવો કર્યો છે.

એજન્સી અનુસાર કેટલાક એવા પરિણામ સામે આવ્યા છે કે કેટલાક ફેક્ટર ઓક્સિમીટર રીડિંગની ચોક્કસતાને પ્રભાવિત કરી શકે છે, જેમાં સ્કીન પિગમેન્ટેશન, સ્કીન થિકનેસ, સ્કીનનું તાપમાન, તમાકુનો ઉપયોગ અને અહીંયા સુધી કે નેલ પોલિસ સામેલ છે. એજન્સીએ એવી પણ સલાહ આપી છે કે દર્દીઓએ પોતાના ચહેરા, હોઠ કે નખના રંગ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો પર ધ્યાન આપવાની જરૂર છે.

(સંકેત)