Site icon Revoi.in

LoC પર થઇ શકે સંઘર્ષવિરામની સમજૂતી, ફરથી પાકિસ્તાન ભારતથી કપાસની આયાત શરૂ કરી શકશે

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાન સતત સરહદ પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતું રહે છે ત્યારે નિયંત્રણ રેખા પર નવી સંઘર્ષવિરામ સમજૂતિ બાદ બંને દેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો થોડે અંશે પુન:સ્થાપિત થાય તેવી સંભાવનાઓ વધી છે. આ બાદ પાકિસ્તાન જમીન માર્ગે ભારતથી કપાસની આયાતને મંજૂરી આપી શકે છે.

વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું હતું કે, વાણિજ્ય મામલે વડાપ્રધાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ આ અંગે નિર્ણય લઇ શકે છે જેથી આગામી સપ્તાહથી ભારતથી કપાસ અને તાંતણાની આયાત કરી શકાય.

રિપોર્ટ પ્રમાણે પહેલેથી જ વડાપ્રધાન ઈમરાન ખાન સમક્ષ કપાસની તંગીનો મુદ્દો રજૂ કરાયેલો છે. ઈમરાન ખાન વાણિજ્ય મંત્રાલયનો ચાર્જ પણ સંભાળે છે. એક વખત સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ જાય ત્યાર બાદ મંત્રીમંડળની આર્થિક સંયોજન સમિતિ સમક્ષ ઔપચારિક આદેશ રજૂ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ આ મામલે આંતરિક ચર્ચા થઈ ચુકી છે પરંતુ વડાપ્રધાનની મંજૂરી બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

(સંકેત)