Site icon Revoi.in

પાકિસ્તાનની નૌસેનાના ખસ્તાહાલ: ફક્ત 2 સબમરીન જ સક્રિય, આગામી વર્ષ સુધી આવી જ હાલત રહેશે

Social Share

નવી દિલ્હી: દેવાળિયુ ફૂંકવાના આરે ઉભેલા પાકિસ્તાનનું દેવું તો વધી જ રહ્યું છે પરંતુ સાથોસાથ પાકિસ્તાનની નૌસેના પણ ખસ્તાહાલ છે. પાકિસ્તાનની નૌસેનાની સ્થિતિ કંગાળ થઇ રહી છે. તકનિકી અવરોધો અને મિડલાઇફ રીફિટના કારણે હાલ પાકિસ્તાનની માત્ર 2 જ સબમરીન સક્રિય છે.

હાલમાં પાકિસ્તાનની 5 પૈકીની 3 અગોસ્ત ક્લાસની સબમરીનને હાલ અપગ્રેડ કરવામાં આવી રહી છે અથા તો તેમાં કોઇ ટેકનિકલ સમસ્યા છે. આ કારણે તે સબમરીન હાલ સમુદ્રમાં નથી ઉતરી શકતી. આગામી વર્ષના મધ્ય સુધીમાં પાકિસ્તાને ફક્ત 2 સબમરીન વડે જ કામ ચલાવવું પડશે.

આ દરમિયાન પાકિસ્તાને આગામી વર્ષના મધ્ય ગાળા સુધી માત્ર 2 જ સબમરીન અગોસ્તા 90-બી અને અગોસ્તા-70 વડે જ મોરચો સંભાળવો પડશે. પાકિસ્તાનની અગોસ્તા 70 ક્લાસની સબમરીન પીએનએસ હુરમતના એન્જિનમાં સમસ્યા છે અને તેની ઇલેક્ટ્રોનિક વોરફેર સપોર્ટ સિસ્ટમમાં પણ તકનિકી સમસ્યા છે.

પાકિસ્તાનની સબમરીનો જ નહીં, યુદ્ધ જહાજો પણ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. પાકિસ્તાની યુદ્ધ જહાજ પીએનએસ ખૈબર એક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે અને તેમાં ખૂબ જ અવાજ આવી રહ્યો છે.

ચીન દ્વારા બનાવવામાં આવેલા અન્ય 2 યુદ્ધ જહાજો પીએનએસ સૈફ અને પીએનએસ જુલ્ફિકારની એર ડિફેન્સ ક્ષમતા બહુ જ સીમિત છે. પીએનએસ જુર્રતના ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમમાં મુશ્કેલી છે.