- પાકિસ્તાનના પીએમ ઇમરાન પર સંકટ
- પીએમ ઇમરાનને વિશ્વાસના મતનો સામનો કરવો પડી શકે છે
- સેનેટમાં નાણા મંત્રીના રાજીનામા બાદ દબાણ વધતા આ સ્થિતિ ઉભી થઇ
નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઇમરાન સામે વધુ એક સંકટ ઉભું થયું છે. સેનેટમાં એક મોટા પડકારમાં નાણા મંત્રીએ ચૂંટણી બાદ રાજીનામું હાથ ધરી દેતા વધતા દબાણની વચ્ચે પીએમ ઇમરાન ખાને શનિવારે વિશ્વાસના મતનો સામનો કરવો પડશે. ખાને દેશના નામે સંબોધનમાં આ એલાન કર્યું હતું. જેને પગલે આજે ઇમરાનને વિશ્વાસના મતનો સામનો કરવો પડી શકે છે.
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના ઉમેદવાર તેમજ પૂર્વ પીએમ યૂસુફ રજા ગિલાનીએ બુધવારે ઇમરાનની પાર્ટીના ઉમેદવાર શેખને હરાવીને મોટો ઝટકો આપ્યો હતો. નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો છે જેમાંથી ખાનની પાર્ટીના 157 સભ્યો છે. નીચલા ગૃહમાં વિપક્ષી પીએમએલ- એન અને પીપીપીના ક્રમશ: 84 અને 54 સભ્યો છે. રાષ્ટ્રપતિ આરિફ અલવી શનિવારે સત્ર બોલાવશે.
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પોતાના રાજનીતિક પ્રતિસ્પર્ધીઓ પર હુમલો કરતા પાકિસ્તાનની સરખામણી ભારત સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, 50-55 વર્ષ પહેલા વિશ્વમાં પાકની મિસાલ આપવામાં આવતી હતી. કેમ કે તેનું વર્ચસ્વ હતું. પરંતુ ધીરે ધીરે મે મારા દેશને નીચે આવતા જોયો છે.
પીએમએ એક સંબોધનમાં કહ્યું હતું કે પહેલા હું જ્યારે ક્રિકેટ રમીને ભારતથી પાકિસ્તાન આવતો તો એવું લાગતું હતું કે કોઇ ગરીબ દેશમાંથી અમિર દેશમાં આવ્યો છું. પરંતુ હવે તેવું નથી લાગતું.
(સંકેત)