Site icon Revoi.in

કંગાળ પાકિસ્તાનની હાલત કફોડી, આંતરરાષ્ટ્રીય સમુદાયને દેવું માફ કરવા કરી આજીજી

Social Share

ઇસ્લામાબાદ: આતંકીઓને હરહંમેશ શરણ આપતા અને આતંકીઓના અડ્ડા ગણાતા પાકિસ્તાનની હાલત અતિ કંગાળ જોવા મળી રહી છે અને પાકિસ્તાન પરનું દેવું પણ સતત વધી રહ્યું છે. આ વચ્ચે હવે કંગાળ અને ભીખારી પાકિસ્તાને દેવું માફ કરવા અને બાકી દેવાની વસૂલાત થોડા સમય માટે અટકાવી દેવાની આજીજી આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે કે કોવિડના કારણે અર્થતંત્ર પર માઠી અસર પડી છે તેવા સંજોગોમાં જ્યાં સુધી આ મહામારીનો અંત ના આવે ત્યાં સુધી ગરીબ અને મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશો પાસેથી દેવાની વસૂલાત મુલત્વી રાખવી જોઇએ.

પાકિસ્તાનનું અર્થતંત્ર એક તરફ ખાડે ગયું છે, ઇમરાન સરકાર નાણાં માટે ચોતરફથી સહાય માંગી રહી છે. તેવામાં હવે પડતા પર પાટુ સમાન કોરોના વાયરસે હાલત વધુ કફોડી કરી નાખી છે. આ સંજોગોમાં ઇમરાન સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સહિતની વૈશ્વિક સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવા માટે કાલાવાલા કરી રહી છે.

નોંધનીય છે કે, કોવિડ પર યુએન જનરલ એસેમ્બલીનું ખાસ સેશન યોજાયું હતું તેમાં ઇમરાને 10 મુદ્દાનો એજન્ડા રજૂ કર્યો હતો. તેમાં કોવિડ સામે સંયુક્ત આંતરરાષ્ટ્રીય પ્રયાસોના બહાને સૌથી પહેલોજ મુદ્દો એ મૂકાયો હતો કે જ્યાં સુધી મહામારીનો અંત ના આવે ત્યાં સુધી ગરીબ દેશો પાસેથી દેવાં વસૂલી મુલત્વી રાખવી જોઇએ.

(સંકેત)