Site icon Revoi.in

માનવીય મગજ ખાતા ‘નાઇગ્લેરિયા અમીબા’ બેક્ટેરિયાથી ટેક્સાસમાં ભયનો માહોલ, એલર્ટ જાહેર કરાયું

Social Share

વિશ્વમાં એક તરફ કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે હવે બીજી તરફ અમેરિકામાં બીજુ એક સંકટ તોળાઇ રહ્યું છે. અમેરિકાના ટેક્સાસના 8 શહેરોના પાણીમાં એવો બેક્ટેરીયા જોવા મળ્યો હતો જે વ્યક્તિના મગજને ખાઇ જતા અંતે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ બેક્ટેરીયાનું નામ અમીબા નાઇગ્લેરિયા ફોલેરીના છે. જે અમૂક પ્રકારના પાણીમાં રહે છે અને વ્યક્તિના સંસર્ગમાં આવીને શરીરમાં પ્રવેશ કરે છે અને મગજને ધીરે ધીરે ખાય છે. અંતે તેનાથી વ્યક્તિનું મોત થાય છે.

ટેક્સાસમાં આ ગંભીર સ્થિતિ જોઇને એક શહેર દ્વારા તેને મહાઆપત્તિ જાહેર કરવામાં આવી છે. પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સાસના કમિશનરે બરાજોસ્પોર્ટ વોટર ઓથોરિટી દ્વારા જારી કરાયેલી એખ માર્ગરેખા બહાર પાડી તમામ ગ્રાહકોને જેમાં વ્યક્તિના મગજને ખાઇ જનાર અમીબા નાઇગ્લેરિયા ફોલેરીના અંશો હોય તે પાણી નહીં પીવા સલાહ આપી હતી.

‘ગવર્નરની ઓફિસના આદેશથી પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સસાના કમિશનર સાથે મળી  બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી  આ સમસ્યાને ઉકેલવા પ્રયાસો કરે છે. જેમ બને તેમ જલદી આ સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ છે’એમ માર્ગરેખામાં કહેવામાં આવ્યું હતું.

ક્યાં જોવા મળે છે?

આ અમીબા વિશે વાત કરીએ તો મગજને કાઇ જનાર આ અમીબા સામાન્યપણે ગરમ ઝરણા, નદીઓષ ઉષ્ણ તળાવો અને માટીમાં જોવા મળે છે. ઉપરાંત રસાયણની ફેક્ટરીઓમાંથી સ્વચ્છ કર્યા વગર છોડેલા ગરમ પાણી અને ક્લોરોક્વિન વગરના સ્નાનાગારના પાણીમાં પણ જોવા મળે છે.

અમેરિકાના લેક જેક સન દ્વારા જાહેર આપત્તિ અને કટોકટી જાહેર કરાઇ હતી અને નગરજનોને જ્યાં સુધી આ પાણીને બહાર ફેંકવામાં ના આવે ત્યાં સુધી પાણીજન્ય રોગને ફેલાવે એ પાણી નહીં પીવા આગ્રહ કરવામાં આવ્યો હતો.

(સંકેત)