Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી વધુ પાવરફૂલ, વાંચો ભારત ક્યાં ક્રમાંકે છે

Social Share

50 લાખની વસતી ધરાવતા અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો દેશ ન્યૂઝીલેન્ડએ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડના પાસપોર્ટને વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ આ યાદીમાં પ્રથમ સ્થાને જાપાન હતું. આ સર્વેક્ષણમાં વિશ્વના 193 દેશોને આવરી લેવાયા હતા. ન્યૂઝીલેન્ડના પાસપોર્ટ પર સૌથી વધુ દેશોમાં વિઝા ફ્રી એક્સેસ ઉપલબ્ધ હોવાથી તેને સૌથી શક્તિશાળી પાસપોર્ટ જાહેર કરાયો છે. ભારત આ યાદીમાં 58માં ક્રમાંકે છે. હાલ દુનિયાના 129 દેશો ન્યૂઝીલેન્ડના પાસપોર્ટ પર વિઝા-ફ્રી એક્સેસ આપે છે.

કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી ન્યૂઝીલેન્ડના નાગરિકો પર કેટલાક આંશિક નિયંત્રણો છે, જો કે અન્ય દેશોની સરખામણીમાં ન્યૂઝીલેન્ડની સ્થિતિ મજબૂત છે.

હવે જાપાન આ યાદીમાં બીજા ક્રમાંકે આવી ગયું છે. તેની સાથે જર્મની, ઓસ્ટ્રિયા, લક્ઝમબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ, આયર્લેન્ડ, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા ટોપ 10 દેશોમાં મોટાભાગના યુરોપના દેશો છે.

અહીંયા અચંબો પમાડે તેવી વાત એ છે કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાનો આ યાદીમાં છેક 21નો નંબર આવે છે. કોરોના બાદ અમેરિકાના નાગરિકોના પ્રવેશ પર અનેક દેશોએ નિયંત્રણો મૂક્યા છે. હાલમાં અમેરિકામાં જ દુનિયાના સૌથી વધુ કોરોનાના કેસ અને મૃત્યુ નોંધાયા છે.

નોંધનીય છે કે આ યાદીમાં ભારતના પાસપોર્ટનો ક્રમ 58મો છે. ભારતની શ્રેણીમાં અલ્જિરિયા, ગેબન, જોર્ડન અને બેનિન જેવા દેશો આવે છે.

(સંકેત)