Site icon Revoi.in

અમેરિકી સૈન્યએ પોતાના સર્વિસ ડોગને કાબૂલ એરપોર્ટ પર ત્યજી દીધા? જાણો પેન્ટાગોને શું ખુલાસો કર્યો?

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન છોડતી વખતે અમેરિકી સૈન્ય પોતાના શ્વાનોને ત્યાં ત્યજીને ગઇ હતી એવા રિપોર્ટ થોડાક દિવસ પહેલા વહેતા થયા છે. જો કે હવે આ મીડિયા રિપોર્ટ અંગે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો છે.

થોડાક સમય પહેલા બ્રિટિશ અખબારે દાવો કર્યો હતો કે, અમેરિકી સૈન્યએ પોતાના 46 સર્વિસ ડોગ સહિત 130 શ્વાનોને અફઘાનિસ્તાનમાં છોડી દીધા છે. જો કે પેન્ટાગોને આ બાબતે સ્પષ્ટતા કરી છે કે, કોઇપણ સર્વિસ ડોગને અમેરિકન સેના ત્યાં મૂકીને નથી આવી. સોશિયલ મીડિયા પર જે શ્વાનોની તસવીર વાયરલ થઇ રહી છે તે શ્વાનો અમેરિકી સેનાના નથી પરંતુ અમેરિકાની એક NGO દ્વારા કાબૂલમાં સ્થપાયેલી એક NGOના છે.

અફઘાનિસ્તાનમાં વર્ષોથી સ્મોલન એનિમલ રેસ્ક્યૂ નામની એક સંસ્થા સક્રિય છે. તેણે શ્વાનોને અફઘાનિસ્તાનમાં કાઢવાની યોજના બનાવી હતી પરંતુ આ શ્વાનોને સૈન્ય વિમાનમાં જવાની મંજૂરી મળી નહોતી અને પ્રાઇવેટ વિમાનો પર રોક લગાવી દેવાઇ હતી. જેના કારણે સંસ્થા શ્વાનોને એરપોર્ટ પર જ રઝળતા મૂકવા માટે મજબૂર બની હતી.