Site icon Revoi.in

PM મોદીએ બાંગ્લાદેશમાં શક્તિપીઠ જેશોરેશ્વરી મંદિરમાં કરી પૂજા, પૂજા બાદ કહ્યું, માં કાલી કોરોનાથી મુક્તિ અપાવે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી બાંગ્લાદેશના 2 દિવસના પ્રવાસ પર છે ત્યારે બીજા અને અંતિમ દિવસે બંને દેશ વચ્ચે લગભગ 5 કરાર પર હસ્તાક્ષર થઇ શકે છે. આ વચ્ચે આજે પીએમ મોદીએ જેશોરેશ્વરી મંદિરમાં માતાની પૂજા કરી હતી.

પીએમ મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસ રાજકીય રીતે ખાસ રહ્યો હતો અને સાથે આજે રાજનીતિક સંદેશથી ભરપૂર રહી શકે છે. જેશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ પીએમ મોદીએ કહ્યું કે, માં કાલી સમગ્ર વિશ્વને કોરોનાથી મુક્તિ અપાવે.

પીએમ મોદીએ બીજા દિવસે સૌપ્રથમ માં જેશોરેશ્વરીના દર્શન કર્યા છે. આ મંદિરને 51 શક્તિપીઠમાંથી એક માનવામાં આવે છે.

પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે વાતચીત થશે. આ સાથે બંને દેશની વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમિને પીએમ મોદીના પ્રવાસ પહેલા કહ્યુ હતું કે, બંને દેશો વચ્ચે અંદાજે 5 કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે.

(સંકેત)