- રશિયા અને અમેરિકા વચ્ચે અણબનાવ યથાવત્
- રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો
- NGOને અનિઝાયરેબલ ગણીને તેના પર પ્રતિબંધ લગાવ્યો
નવી દિલ્હી: રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી અણબનાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ આ NGOને અનડિઝાયરેબલ ગણાવીને આ પ્રતિબંધ લગાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોસ્કોના સ્ટેટ પ્રોસેક્યૂટર ઑફિસે સોમવારે જણાવ્યું હતું કે, તેમણે અમેરિકાના બિન સરકારી સંગઠન બોર્ડ કોલેજને અનડિઝાયરેબલનું લેબલ આપ્યું છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.
રશિયાના વિદેશ મંત્રાલયે આ અગાઉ રશિયા પર અમેરિકાના લગાવવામાં આવેલા પ્રતિબંધો પર પ્રતિક્રિયા આપતા ચાલુ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે તેઓ એવા યુએસ ફંડ્સ અને એનજીઓની એક્ટિવિટી ખતમ કરી દેશે જેમના વિશે તેમને એવું લાગશે કે તેઓ દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.
એજ્યુકેશનલ એનજીઓ બોર્ડ કોલેજની એક્ટિવિટી બંધારણીય વ્યવસ્થા અને રશિયાની સુરક્ષા માટે જોખમ છે. જો કે બિન સરકારી સંગઠન બાર્ડ કોલેજે આ અંગે હજુ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
નોંધનીય છે કે, માર્ચ મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, તેમને એવું લાગે છે કે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન કિલર છે. બાઇડેનના આ નિવેદન બાદ મોસ્કો અને વોશિંગ્ટને પોત પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા.