Site icon Revoi.in

શું અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાશે? રશિયાએ તાજિકિસ્તાનમાં 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને 28 દિવસ પહેલા કબ્જો કર્યો હતો. ત્યારથી અહીંયા અનેક પ્રકારની હલચલ સતત જોવા મળી રહી છે.

અગાઉ બે વારના અસફળ પ્રયાસ બાદ તાલિબાને ત્રીજીવારમાં સરકારની રચના કરી દીધી છે. પંજશીરમાં અહમદ મસૂદના સમર્થક યોદ્વાઓ સાથે જંગની વચ્ચે ખીણના 70 ટકા ભાગ પર કબ્જો કરી લીધો હતો. પાકિસ્તાન પણ બીજી તરફ આમાં દખલગીરી કરી રહ્યું છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર કરેલા કબ્જા બાદ ભારતનો મિત્ર દેશ તઝાકિસ્તાન પોતાનું વલણ સતત કડક કરી રહ્યું છે. તાલિબાને પોતાના નવા આગોતરા સરકારમાં લઘુમતીઓ માત્ર ટકાની ભાગીદારી આપી છે. આનાથી તાજિકિસ્તાન ઘણા નારાજ છે.

આ વચ્ચે ચીને ખોલીને તાલિબાનનુ સમર્થન કર્યુ છે, જો રશિયા હાલ પોતાના પત્તા ખોલી રહ્યા નથી. રશિયાનુ તાલિબાનના પ્રત્યે વલણ હાલ કોઈ સમજી રહ્યુ નથી. એક તરફ રશિયા, ચીન અને પાકિસ્તાનની સાથે નજીક જોવા મળી રહ્યુ છે તો બીજી તરફ તાલિબાનના કટ્ટર દુશ્મન તાજિકિસ્તાન સાથે મિત્રતાનો હાથ વધારી રહ્યા છે.

બીજી તરફ રશિયાએ એલાન કર્યું છે કે તેઓ તાજિકિસ્તાનમાં આગામી બે કે ત્રણ મહિનામાં પોતાના સૈન્ય અડ્ડા પર 30 નવા ટેન્ક મોકલશે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ રશિયાએ તાજિકિસ્તાનની સાથે મોટા પાયે યુદ્વાભ્યાસ હાથ ધર્યો હતો. તે ઉપરાંત રશિયાએ કેટલાક અત્યાધુનિક હથિયારો પણ તાજિકિસ્તાનમાં પોતાના ઠેકાણા પર મોકલ્યા હતા.

30 અત્યાધુનિક ટેન્ક તાજિકિસ્તાનના ઠેકાણા પર મોકલવામાં આવશે. જૂના હથિયારોથી આની બદલી થશે અને જૂના હથિયાર હટાવી લેવામાં આવશે. રશિયાએ વધુ એક નવી વચગાળાની સરકાર શપથ ગ્રહણ સમારોહ માટે તાલિબાનના આમંત્રણને પણ ઠુકરાવી દીધો હતો. જે બાદ તાજિકિસ્તાને પણ અફઘાનિસ્તાનના પ્રત્યે પોતાનુ વલણ કડક કરી દીધુ છે.