Site icon Revoi.in

તો થશે વિશ્વના ત્રીજા સૌથી મોંઘા છૂટાછેડા, રશિયન અબજપતિ વ્લાડીમિર પોટનિનને છૂટછેડા 7 અબજ ડોલરમાં પડશે

Social Share

નવી દિલ્હી: અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા જેફ બેઝોસ અને બિલ ગેટ્સના માનવામાં આવે છે. હવે આ જ હરોળમાં વધુ એક નામ ઉમેરાય તો નવાઇ નહીં. હકીકતમાં, રશિયાના બીજા નંબરના સૌથ ધનિક વ્યક્તિ વ્લાડીમિર પોટનિનને છૂટાછેડા સાત અબજ ડોલરમાં પડે તેમ માનવામાં આવી રહ્યું છે. પોટનિનની પત્ની નતાલિયાએ તેની કંપની એનએમસી નોર્લિસ્ક નિકલ PJSCમાં 50 ટકા હિસ્સાની માંગણી કરી છે.

મેટલ ઉત્પાદક કંપનીના ત્રીજા ભાગના શેર્સ પોટનિન ધરાવતા હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ ગણતરી મૂકવામાં આવી છે. આ 50 ટકા હિસ્સાને ગણતરીમાં લઇએ તો આ રકમ 7 અબજ ડોલરને પણ વટી જાય છે.

ન્યાયાધીશ નિકોલસ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે પોટનિનાએ નીચલી કોર્ટનો ડાઇવોર્સ ટુરિઝમનો ચુકાદો પલ્ટાવી દીધા બાદ પોટનિક આ કેસમાં લડી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, લંડનની ડાઇવોર્સ કોર્ટ હાઇવેલ્યુ કાયદાકીય લડત માટે લોકપ્રિય છે. ન્યાયાધીશ મુખ્યત્વે દંપતી વચ્ચે સંપત્તિની સમાન વહેંચણી કરે છે. યુ.કે.મા અત્યાર સુધીમાં છૂટાછેડા પેટે સૌથી જંગી રકમની ચૂકવણીનો કેસ 45 કરોડ પાઉન્ડનો છે. અબજપતિ ફરખાદ અખમેડોવે તેની પત્નીને આ રકમ ચૂકવી હતી. જો કે બંનેએ પછી આ રકમના ત્રીજા ભાગની રકમમાં પતાવટ કરી હતી.

છૂટાછેડાની રકમ વિશે વાત કરતા પોટનિનાએ કહ્યું કે, નોર્લિસ્કના શેર્સને ઉમેરતા તે 2014થી બધા શેર્સ પર મળેલા ડિવિડન્ડની 50 ટકા રકમ પણ માંગે છે. તેના ભૂતપૂર્વ પતિએ 487.3 અબજ રૂબલ્સ (6.6 અબજ ડોલર) ડિવિડન્ડ પેટે એકત્રિત કર્યા છે. તેની નેટવર્થ 29.9 અબજ ડોલર છે.

મહત્વનું છે કે, પોટનિયાએ જણાવ્યું હતું કે તેને રશિયાની છૂટાછેડાની પ્રક્રિયા મુજબ ચાર કરોડ ડોલર જ મળ્યા છે. પોટનિને જણાવ્યું હતું કે તેને 8.4 કરોડ ડોલર મળ્યા છે. તેની સામે જજે અગાઉના ચુકાદામાં જણાવ્યું હતું કે 31 વર્ષના લગ્નજીવન અને તેમની પાસેની સંપત્તિને ધ્યાનમાં રાખતા આટલી રકમ ઘણી ઓછી કહેવાય.