રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખુદને કર્યા સેલ્ફ આઇસોલેટ, હાલમાં તેઓ છે પૂરી રીતે સ્વસ્થ
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાને સેલ્ફ આઇસોલેટ કર્યા
- રાષ્ટ્રપતિના પરિચિતમાંથી કોઇ સંક્રમિત થતા તેઓએ ખુદને આઇસોલેટ કર્યા
- હાલમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણપણે સ્વસ્થ છે
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઇને એક મહત્વના સમાચાર છે. તેઓએ ખુદને સેલ્ફ આઇસોલેટ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના પરિચિત વ્યક્તિઓમાંથી કોઇ કોરોના સંક્રમિત થયું છે. આ કારણોસર પુતિને પોતાને સેલ્ફ આઇસોલેટ કરી દીધા છે.
એક રિપોર્ટ અનુસાર વ્લાદિમીર પુતિને કહ્યું છે કે કોરોનાથી મોટા પ્રમાણમાં લોકો સંક્રમિત થયા છે. તેમાં તે લોકો પણ સામેલ છે. જેમના સંપર્કમાં પણ તાજેતરમાં હું આવ્યો છું. તેથી પોતાને સેલ્ફ આઇસોલેટ કરવા આવશ્યક છે.
ત્યારે ક્રેમલિને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેલ્ફ આઈસોલેટ કરવાની યોજના બનાવી છે, કારણ કે તાજેતરમાં જ તેમના પરિચિતોની વચ્ચે કોઈ કોરોના પોઝિટીવ આવ્યું છે. ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજિકિસ્તાન ગણરાજ્યના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહમોનની સાથે ફોન પર વાતચીત કરી.
પુતિને કહ્યું હતું કે, તેમની ટીમમાં આવેલા કોરોના વાયરસને લઇને તેમને એક નિશ્વિત સમય માટે સેલ્ફ આઇસોલેશનમાં જવું જોઇએ. ક્રેમલિને કહ્યું કે હાલમાં રાષ્ટ્રપતિ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. રાષ્ટ્રપતિએ એપ્રિલમાં કોરોના વાઇરસની વેક્સિન સ્પુતનિક વીનો ડોઝ લીધો હતો.
મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) જ્યારે કોરોના વાઈરસને મહામારી જાહેર કરી હતી. તે દરમિયાન રશિયામાં વેક્સિન તૈયાર કરવા પર કામ શરૂ થઈ ચૂક્યુ હતું. સ્પુતનિક વીને મોસ્કોના ગામેલ્યા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને માઈક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.