Site icon Revoi.in

વર્ષ 2030 સુધી એક્સસ્કેલ સુપરકમ્પ્યુટર સિસ્ટમ તૈયાર કરવા દક્ષિણ કોરિયા પ્રતિબદ્વ

Social Share

નવી દિલ્હી: દક્ષિણ કોરિયા ટેક્નોલોજીની બાબતે હરણફાળ ભરી રહ્યું છે. હવે દક્ષિણ કોરિયા વર્ષ 2030 સુધીમાં એક એક્સસ્કેલ સુપર કોમ્પ્યુટર્સને વિકસાવવા માટે પોતાના હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને મજબૂત કરશે. એક એક્સાસ્કેલ સુપર કમ્પ્યુટર પ્રતિ સેકન્ડના હિસાબથી એક ક્વિંટિલિયન સુધીની ગણતરી કરવા માટે સક્ષમ છે.

નેશનલ કમ્પ્યુટિંગ ઇનોવેશન સ્ટ્રેટેજી અનુસાર દક્ષિણ કોરિયાનું લક્ષ્ય વિશ્વની પાંચમી સૌથી મોટી કમ્પ્યુટિંગ પાવર બનવાનું છે તેવું સાયન્સ અને આઇસીટી મિનિસ્ટ્રીએ કહ્યું હતું. આ ઉપરાંત દક્ષિણ કોરિયા અગ્રણી કમ્પ્યુટિંગ ટેક્નોલોજીને સુરક્ષિત કરવા અને વર્ષ 2030 સુધી નવા 10 સર્વિસ સેક્ટર સ્થાપિત કરવા માટે પ્રતિબદ્વ છે.

મંત્રાલયે જણાવ્યું કે તે પ્રથમ પાંચમી પેઢીના નુરીયન નેશનલ સુપર કોમ્પ્યુટરને વર્ષ 2023 સુધી છઠ્ઠી પેઢીના મેનફ્રેમ અને વર્ષ 2028 સુધી સાતમી પેઢીની સિસ્ટમ સાથે બદલવાની યોજના ઘડી રહ્યાં છે જે હાલમાં વિશ્વનું 21માં નંબરનું સૌથી ઝડપી કોમ્પ્યુટર છે. દક્ષિણ કોરિયા નેનો ટેકનોલોજી, ઑટોમેટિક ડ્રાઇવિંગ અને એરોસ્પેસ સહિતના ક્ષેત્રોમાં નેશનલ સુપરકમ્પ્યુટિંગ સંશાધનોનો ઉપયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે.