Site icon Revoi.in

યુએસમાં લોકો બન્યા સાલમોનેલાનો શિકાર, અત્યારસુધી 652 લોકો બીમારીની ઝપેટમાં

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં એક તરફ કોરોના રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બગડેલી ડૂંગળી ખાવાથી અનેકવિધ રાજ્યોમાં 652 લોકો બીમાર થયા છે. તેમાં 129 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઇના મોતના સમાચાર નથી.

પ્રાપ્ત જાણકારી અનુસાર અમેરિકામાં બેક્ટેરિયલ સંક્રમણથી રોગ ઝડપી ગતિએ પ્રસરી રહ્યો છે. અમેરિકાના 37 રાજ્યોમાં સેંકડો લોકો બીમારીમાં સપડાયા છે. હવે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેઓએ અમેરિકન નાગરિકોને લેબલ વગરની લાલ, પીળી અને સફેદ ડુંગળીનું સેવન ના કરવા સૂચન કર્યું છે.

સાલ્મોનેલાના લક્ષણોની વાત કરીએ તો ઝાડા, તાવ અને પેટમાં એસિડિટીનો સમાવેશ થાય છે. જે ખોરાક ખાધાના 6 કલાકથી 6 દિવસ સુધી શરૂ થાય છે. મેક્સિકોના ચિહુઆહુઆથી આયાત કરવામાં આવેલી ડુંગળીમાં સંક્રમણનો સ્ત્રોત મળી આવ્યો છે.

સીડીસી અનુસાર બીમાર લોકોની વાસ્તવિક સંખ્યા પ્રાપ્ત માહિતી કરતાં ઘણી વધારે હોવાની પણ સંભાવના છે. 31મી મે થી 30 સપ્ટેમ્બર વચ્ચે સંક્રમણના કેસો નોંધાયા હતા. 75 ટકા બીમાર લોકોએ કદાચ કાચી ડુંગળી અને તેમાથી બનાવેલી વાનગીઓ આરોગી હતી. બીજા બીમાર લોકોએ એક જ રેસ્ટોરાંમાં ભોજન લીધુ હોવાનું પણ સામે આવ્યું છે.

તે ઉપરાંત ચિહુઆહુઆથી આયાત કરેલી ડુંગળી લોકોને ના ખરીદવા અને ડુંગળીનો તમામ સ્ટોક ફેંકી દેવાની પણ સલાહ આપવામાં આવી છે.