Site icon Revoi.in

વિશ્વભરમાં આગામી સમયમાં ટોયલેટ પેપરની અછત સર્જાશે, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: વિશ્વને જલ્દી જ ટોયલેટ પેપરની અછતનો સામનો કરવો પડે તો નવાઇ નહીં. હકીકતમાં તેને બનાવવા માટે વુડ પલ્પનો ઉપયોગ થાય છે. વુડ પલ્પ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની બ્રાઝિલની સુજાનો એસએ છે. કંપનીએ આગાહી કરી છે કે, શિપિંગ કંટેનર્સની કમીને કારણે વુડ પલ્પના સપ્લાયમાં સંકટ આવી શકે છે.

સુજાનો એસએ જે કારોગ વેસલ્સમાં પલ્પ મોકલે છે તેને બ્રેક બલ્ક કહેવામાં આવે છે. કંપનીના સીઇઓ વોલ્ટર શેલ્કાનું કહેવું છે કે, રિબ્ડ સ્ટીલ કંટેનર્સ લઇ જતા જહાજોની માંગ વધવાથી બ્રેક બલ્કની અછત સર્જાઇ છે. આ બધુ એવા સમયે થઇ રહ્યું છે કે જ્યારે ઘરમાં ટોયલેટ પેપરની માંગ વધી રહી છે અને ગ્રાહકે અછતની આશંકાને પગલે મોટી સંખ્યામાં તેનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. શિપિંગની સમસ્યાને કારણે સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

સાઓ પાઉલોની આ કંપનીએ માર્ચમાં અત્યાર સુધી અંદાજથી ઓછી નિકાસ કરી છે અને તેને અમુક ઓર્ડર એપ્રિલ માટે ટાળવા પડ્યા છે. કાર્ગો વેસલ્સની માંગ વધવાથી કંપનીને પહેલાની જેમ બ્રેક બલ્ક શિપ નથી મળી રહ્યા.

શેલ્કાનું કહેવું છે કે, બ્રેક બલ્ક દ્વારા એક્સપોર્ટ કરતી દક્ષિણ અમેરિકાની તમામ કંપનીઓની આવી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. બ્રાઝીલ દુનિયામાં પલ્પનો સૌથી મોટો સપ્લાયર છે અને દુનિયામાં હાર્ડવુડ પલ્પની કુલ સપ્લાયમાં સુજાનોની હિસ્સેદારી એક તૃતિયાંશ છે.

(સંકેત)